SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ ધર્મ અને સંસ્કૃતિ કાગડા અને કૂતરાનું કામ છે. એક દિવસ તે તમે આ મનેારમ લાગતા કામલેગેાને છેડીને જરૂર મૃત્યુ પામશે જ, એ વખતે એક ધર્મ સિવાય તમને બીજી કોઈ ચીજ શરણભૂત નહિ થાય. તેથી ધમનું આચરણ કરશે. આ પ્રકારે જૈનધમે નારીને બહુજ અગ્રસ્થાન આપ્યું છે. નારીની અંધકારપૂર્ણ સામાજિક યાત્રામાં જૈનધર્મે તેને માટે દીપસ્તમ્ભનું કામ કર્યું' છે. સ્ત્રી પુરુષની અર્ધાંગિની કહેવાય છે તે પુરુષનુ અધુ' અંગ છે, તે તેને પુરુષની સમાન જ અધિકાર મળવા જોઇએ. સ્ત્રી અને પુરુષ એ અને જીવનરથનાં ચક્ર છે. રથનાં અને ચક્ર એક સરખાં જ હોવાં જોઇએ. જો એ ચક્ર નાનાંમાટાં હશે તે જીવનરથ સારી રીતે ચાલી શકશે નહિં. તેથી પુરુષ જેટલું જ નારીને મહત્ત્વ આપવાની જરૂર છે. શ્રી શકિત છે. તે અબળા નથી પણ સમળા છે. સ્ત્રીઓને જ્યારે જ્યારે પેાતાની શક્તિના વિકાસની તક સાંપડી છે, મેાકેા મળ્યા છે, ત્યારે ત્યારે તે સર્વ પ્રકારે તેજસ્વિની દેખાઈ જ છે. વીરતાની દૃષ્ટિથી સ્ત્રીઓએ રણસગ્રામ પણ ખેલ્યા છે. રાજ્યશાસન પણ કુશળતાપૂર્વક ચલાવ્યું છે. શિક્ષણુ, વિજ્ઞાન, વીરતા, વિદ્વત્તા અને રાજ્યશાસન વગેરે ક્ષેત્રામાં સ્ત્રીઆએ પેાતાની વિશિષ્ટતા દેખાડી છે. સહનશીલતા, ત્યાગ, તપશ્ચર્યાં, પ્રેમ, કરુણા, સહાનુભૂતિ, સેવા, શ્રદ્ધા અને સમર્પણુમાં પુરુષ કદી પણ સ્ત્રીની ખરાખરી કરી શકતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004910
Book TitleDharm ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy