SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ અને સસ્કૃતિ ૧. આત્મવિશુદ્ધિ : મનુષ્ય બીજાને સમજવાના પ્રયત્ન તા કરે છે, પણ તેને પેાતાને તે સમજી શકતા નથી. પેાતાને સમજવા એ જ ભારે માટી જરૂરી વસ્તુ છે. પેાતાને ભૂલીને કદાચ બીજાને જો સમજી લીધા તા તેથી લાભ ચે? તેથી પેાતાન સમજવા માટે સૌથી પહેલાં આત્મવિશુદ્ધિની જરૂર છે. ૨. દૃષ્ટિવિશુદ્ધિ : સત્યના પરીક્ષણ માટે દ્વેષ અને રાગથી દૂર રહીને દરેક વસ્તુને તટસ્થવૃત્તિથી જોવાની ક્ષમતા. ૩. સાધનવિદ્ધિ : વસ્તુને જાણવાનાં સાધનો નિર્દોષ તથા વૈજ્ઞાનિક હાવાં જોઇએ, જેથી કરીને શુદ્ધ ધ્યેયની પ્રાપ્તિ થાય, ૪. ધ્યેય-વિશુદ્ધિ : મનુષ્યના જીવનની સફળતા અને નિષ્ફળતા તેના ધ્યેય પર જ નિર્ભર છે. તેથી સાધના શરૂ કરતાં પહેલાં ધ્યેયવિશુદ્ધિ હાવી જોઇએ. સ્થાનકવાસી સ ́સ્કૃતિ એક પવિત્ર અને ગતિશીલ પ્રવાહ જેવી છે. આ સંસ્કૃતિને મૂળ વિચાર અથવા કેન્દ્રિય વિચાર ચાર તવા ઉપર આધાર રાખતા હોય છે, જેના ઉલ્લેખ ઉપર કરવામાં આવ્યેા છે. આત્મ-વિશેાધન જ વસ્તુતઃ આ સ ́સ્કૃતિનું એક માત્ર સ'લક્ષ્ય છે. આ ભાગવાદી સંસ્કૃતિ નથી, ત્યાગવાદી સંસ્કૃતિ છે. એ ૧-૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004910
Book TitleDharm ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy