SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ ભગવાનના પૂર્વભવે કરતાં ભગવાને કહ્યું-સ્વાધ્યાય, ધ્યાનથી આત્માનું ધ્યાન ધરતા તમારા પુત્ર મરીચિ પરિવ્રાજક, ભવિષ્યમાં વર્ધમાન (મહાવીર) નામના અંતિમ તીર્થકર થશે. તેની પૂર્વે તે પિતનપુરના અધિપતિ ત્રિપૃષ્ઠ વાસુદેવ બનશે અને વિદેહ ક્ષેત્રની ભૂકા નગરીમાં તમારા જેવા જ પ્રિયમિત્ર નામના ચક્રવતી બનશે. પ૮ એ જાતની ત્રણ વિશિષ્ટ ઉપાધિઓ (પદવીઓ) તે એકલા જ મેળવશે.” ભગવાનની ભવિષ્યવાણી સાંભળીને સમ્રાટ ભરત ભગવાનને વંદન કરી, મરીચિ પરિવ્રાજકની પાસે પહોંચ્યા અને ભગવાનની ભવિષ્યવાણી સંભળાવતાં બોલ્યા- હે મરીચિ (ત્રિદંડી) પરિવ્રાજક! તમે અંતિમ તીર્થંકર બનશો તેથી હું તમારું અભિનંદન કરું છું. ૫૯ સાથેજ વાસુદેવ તેમજ ચક્રવતી પણ થશો.” એવું સાંભળીને મરીચિના હૃદયતંત્રીના સુકોમળ તાર ઝણઝણી ઊઠયા. “હું વાસુદેવ બનીશ, હું ચક્રવર્તી પદ પ્રાપ્ત કરીશ અને તીર્થકર થઈશ. ૬૦ મારા પિતા ચક્રવર્તી છે, મારા પિતામહ તીર્થકર છે અને હું એક જ ત્રણ પદવીઓ ધારણ કરીશ. મારું કુળ કેટલું મહાન છે. કેટલું ઉત્તમ છે?” એમ કહેતાં ભારે ખુશીમાં તેની છાતી ગજગજ ફૂલવા લાગી. એક દિવસ મરીચિનું સ્વાથ્ય બગડી ગયું. કેઈ તેની સેવા કરવાવાળું હતું નહિ. સેવા કરનારના અભાવમાં ક્ષુબ્ધ બનીને મરીચિએ મનમાં એવો વિચાર કર્યો કે “મેં અનેકને ઉપદેશ આપીને ભગવાનના શિષ્ય બનાવ્યા પરંતુ આજે હું સ્વયં સેવા કરનાર શિષ્યથી વંચિત છું. સ્વસ્થ થતાં જ હું પોતે મારો શિષ્ય બનાવીશ. ૧૨ થોડા દિવસે તેઓ સ્વસ્થ થયા. રાજકુમાર કપિલ ધર્મની જિજ્ઞાસાથી તેની પાસે આવ્યો. તેને મરીચિએ આહતી દીક્ષાની પ્રેરણા આપી. કપિલે પ્રશ્ન કર્યો “આપ સ્વયં આહંતધર્મનું પાલન કેમ કરતા નથી? ઉત્તરમાં મરીચિએ કહ્યું “હું તેને પાલન કરવા અસમર્થ છું.” કપિલે ફરીને પ્રશ્ન કર્યો – શું આપ જે માર્ગનું અનુસરણ કરી રહ્યા છે તેમાં ધર્મ નથી? આ પ્રકને મરીચિના મનમાં આત્મસન્માનનો સંઘર્ષ પેદા કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy