SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પસૂત્ર આધિદૈવિક બધી જાતની અડચણોને દૂર કરનાર અમોઘ મંત્ર છે. તેના જાપથી પાપ નષ્ટ થાય છે, બુદ્ધિની શુદ્ધિ થાય છે. લક્ષ્મીની વૃદ્ધિ થાય છે, સિદ્ધિની ઉપલબ્ધિ થાય છે. આરોગ્યની પ્રાપ્તિ થાય છે, ચિંતાઓ નષ્ટ થાય છે, ભૂત, પ્રેત, રાક્ષસ, પિશાચ, ડાકિની, શાકિની વગેરે બધી જાતના ઉપદ્રવનું ઉપશમન થાય છે. લૈક્કિ અને લોકોત્તર બધી જાતનાં સુખ પ્રાપ્ત થાય છે. મલિનથીય મલિન અને પતિતથીય પતિત આત્માઓ પણું નમસ્કાર મંત્રના જાપથી નિર્મળ તથા પવિત્ર બની જાય છે. આચાર્યો કહે છે કે, નમસ્કાર મહામંત્રના એક અક્ષરનું ધ્યાન કરવાથી પણ સાત સાગરોપમના કાળ સુધી ગવાય તેટલાં પાપ નષ્ટ થઈ જાય છે. સંપૂર્ણ મહામંત્રનું ધ્યાન ધરવાથી પાંચસો સાગરોપમના કાળ સુધી ભેગવાય તેટલાં પાપને વિનાશ થાય છે. જે નમસ્કાર મહામંત્રનો નિષ્કામભાવથી વિધિપૂર્વક એક લાખ વાર જાપ કરે છે, તેની અર્ચના કરે છે તે તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે છે, તે શાશ્વત – ધામ (મુકિત) પ્રાપ્ત કરે છે, જે ભાવિક ભક્ત આઠ કરોડ, આઠ હજાર, આઠ આઠ વાર નમસ્કાર મહામંત્રનો જાપ કરે છે તે ત્રીજા ભવમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. જૈન આગમ અને આગામેતર સાહિત્યમાં એવી અનેક કથાઓ વિદ્યમાન છે કે જેમાં નમસ્કાર મહામંત્રના અભુત પ્રભાવને મહિમા વર્ણવ્યું છે. મહામંત્રના પ્રબળ પ્રભાવથી જ શેઠ સુદર્શને શૂળીને સિંહાસનના રૂપમાં પરિણત કર્યું હતું, નાગ જેવા શુદ્ર જીવને પણ ધરણેન્દ્રની પદવી પ્રાપ્ત થઈ હતી. સંતી સુભદ્રાએ કાચા સૂતરથી ચાળણીને બાંધીને કૂવામાંથી પાણી કાઢયું હતું અને ચંપાનગરીના દ્વાર ખેલ્યાં હતાં. સતી સીતાએ અગ્નિકુંડને જળકુંડના રૂપમાં બદલી નાખ્યું હતું. અગ્નિની જવાળાઓને પણ બરફ જેવી શીતળ બનાવી દીધી હતી. સતી શ્રીમતીએ ભયંકર વિષધરને ફૂલની માળાના રૂપમાં ફેરવી નાખ્યો હતો. તે મહામંત્રના ચમત્કારથી જ શ્રીપાલ અને મયણાસુંદરીનું જીવન સુખી બન્યું હતું. દ્રૌપદીનાં ચીર ઢંકાયાં હતાં, વિષને અમૃત, શત્રુને મિત્ર, અગ્નિને પાણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy