SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પસૂ ૧૬ જો શરીરમાં રોગ હોય તેા તેનાથી મુક્તિ મળી જશે, રોગ નહિ હોય તે ભવિષ્યમાં રોગ ઉત્પન્ન નહિ થાય, તેના સેવનથી શરીરમાં અભિનવ ચેતના તથા નવ-સ્ફૂર્તિના સંચાર થશે, બળ, વીર્યની વૃદ્ધિ થશે, શરીર સદા સ્વસ્થ અને મન સ્વસ્થ રહેશે,” રાજાએ પ્રસન્ન થઈને કહ્યું:- “વૈદ્યવર ! તમારું ઔષધ ખરેખર ઉત્તમ છે, રાજકુમાર માટે એ જ યોગ્ય છે, આ ઔષધના સેવનથી રાજકુમાર સ્વસ્થ, સશકત અને તેજસ્વી બની ગયા.’ આચાર્યાએ પ્રસ્તુત દૃષ્ટાંતથી એવા ભાવ વ્યક્ત કર્યા છે કે કલ્પનું પાલન પણ ત્રીજા ઔષધ સમાન હિતાવહ છે. ॰ દોષ લાગ્યા હોય તેા શુદ્ધિ થઈ જાય છે અને દોષ ન લાગેલ હેાય તેા સદા સાવધાની અને જાગૃતિ રાખવાથી ભૂલની ધૂળ લાગતી નથી. આ રીતે કલ્પ એ એક એવું રસાયણ છે કે જે આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ વગેરે ગુણાને પરિપુષ્ટ કરે છે. * અસ્થિર અને અવસ્થિત કલ્પ શા માટે? એક પ્રશ્ન એવા પણ થાય છે કે બધા તીર્થંકરોના શ્રમણેનુ લક્ષ્ય મેાક્ષપ્રાપ્તિ છે તેા પછી પ્રથમ અને અંતિમ તેમ જ બાવીસ તીકરાના શ્રમણેાના આચાર લ્પમાં આટલા મોટા તફાવત કેમ છે? અસ્થિર અને અવસ્થિત કલ્પના ભેદ શા માટે છે? સમાધાન એ છે કે – પ્રથમ તીર્થંકરના શ્રમણા જડ અને સરળ હતા. અજિત આદિ બાવીસ તી કરોનાં કાળના શ્રમણેા વિજ્ઞ અને સરળ હતા. ભગવાન મહાવીરના શ્રમણેા જડ અને વક્ર હતા એટલા માટે સહજતાથી સમજી તેમજ પાલન કરી શકે તે માટે મેાક્ષમા એક હાવા છતાં પણ આચાર ૫માં અંતર કરવામાં આવેલ છે, પ્રથમ તીર્થંકરના શ્રમણા જડ હતા, તેમનામાં બાવીસ તી કરેાન શ્રમણા જેટલી પ્રતિભાની તેજસ્વિતા ન હતી. તે કાઇ પણ વસ્તુન હાર્દ સુધી જલદી પહોંચી શક્તાં નહિ, સરળ હોવાના કારણે ભૂલના સહજ સ્વીકાર કરી લેતા હતા. જે નીચેના દૃષ્ટાન્તથી સ્પષ્ટ થાય છે. એક વખત ભગવાન ઋષભદેવના શ્રમણા શૌચ માટે ગયા–ધણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy