SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપક્રમ : દસ કલ્પ ૧૭ વખત વીત્યે પાછા ફર્યા, ગુરુએ પૂછ્યું- “આટલી બધી વાર કેમ થઈ?” શિષ્યાએ નિવેદન કર્યું – “ગુરુદેવ! માર્ગમાં એક નટ નૃત્ય કરી રહેલ હતા, તેને જોવા અમે રોકાઈ ગયા.” ગુરુએ ઠપકો આપતાં કહ્યું : “વત્સ! શ્રમણેાએ નટનું નૃત્ય જોવું ન જોઈએ,” “તત્તિ” કહીને તેમણે ગુરુના આદેશને શિરોધાર્ય કર્યા. }} થેાડા દિવસ પછી એક દિવસ ફરી શિષ્યા વિલંબથી આવ્યા. ગુરુએ કારણ પૂછ્યું': તેમણે કહ્યું : “ગુરુદેવ! માર્ગમાં એક નટડીનું મનેાહર નૃત્ય થઈ રહ્યું હતુ, તેને જેવા અમે રોકાઈ ગયા.” આજ્ઞાની અવહેલના કરવાના કારણે ગુરુએ વિશેષ ઠપકો આપતાં કહ્યું :- “ જ્યારે નટના નૃત્યને જેવાના નિષેધ કરવામાં આવ્યો ત્યારે તેમાં જ નડીના નૃત્યનેા નિષેધ પણ સમજી લેવા જોઇએ-કેમ કે તે વિશેષ રાગનું કારણ છે.” શિષ્યોએ પોતાની ભૂલનો સ્વીકાર કર્યા અને ભવિષ્યમાં સાવધાની રાખવાના સંકલ્પ કર્યા, બાવીસ તીર્થંકરોના શ્રમણેા મેધાવી હતા. તેમના જીવનમાં પણ એવા જ પ્રસંગ આવ્યા. ગુરુએ નટ-નૃત્યના નિષેધ કર્યા ત્યારે તેઓએ બુદ્ધિની પ્રખરતાથી નટડી વગેરે બધી જાતના નૃત્યોના નિષેધ સમજી લીધા. ભગવાન મહાવીરના શ્રમણેા જડ અને વક્ર હતા. તેમના જીવનમાં જ્યારે એવા પ્રસંગ આવ્યા ત્યારે તેઆએ ગુરુને ઠપકા આપતાં કહ્યું : “આપની જ ભૂલ છે, આપે પ્રથમ સ્પષ્ટીકરણ કેમ ન કર્યું કે નટનું નૃત્ય ન લેવુ અને નટડીનું પણુ ન હોવું જોઈએ, આપે એમ કહ્યું નહિ, માત્ર નટના નૃત્યના નિષેધ કર્યા તેથી અમે નાડીના નૃત્યને જોવા રોકાણા, ’ આ છે જડતાની સાથે વક્રતાનું નિદર્શન, * જડ અને સરલ બીજુ દૃષ્ટાંત જોઈએ-કોંકણ દેશમાં એક શેઠ રહેતા હતા. આચાર્યના વૈરાગ્યમય ઉપદેશને સાંભળી તેને સંસારથી વિરક્ત થઈ, દીક્ષા ગ્રહણ કરી, એક દિવસ કર્યાવહીના કાયાત્સ`માં તેને વધુ સમય લાગ્યા. ગુરુએ પૂછ્યું :– વત્સ! આટલા સમય સુધી ધ્યાનમાં શું ચિંતન કર્યું હતું?” 6 – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy