SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના: ૩૫ અનુસાર હિરણ્યગર્ભજ ગના પુરાતન વિદ્રાન છે. બીજા નહિ. ૭૮ ભગવાન ઋષભને હિરણ્યગર્ભ કહેવાનું કારણ એવું છે કે તે જ્યારે ગર્ભમાં આવ્યા ત્યારે કુબેરે હિરણ્યની વૃષ્ટિ કરી તે કારણે તેને હિરણ્યગર્ભ પણ કહેવામાં આવેલ છે. ૭૯ મિ. વાલિયનું કહેવું છે કે, હિરણ્યગર્ભ શબ્દ લાક્ષણિક છે. તે વિશ્વની એક મહાન શકિતનું સૂચન કરે છે. ૬૦ શ્રીમદ્ ભાગવતકારે ઋષભને યોગેશ્વર કહેલ છે. તેમને નાના વેગની ચર્ચાઓનું ચરણ કીધું હતું.૦૨ હગીઓ એ ભગવાન ઋષભને હઠયોગ વિદ્યાના ઉપદેશકના રૂપમાં નમસ્કાર કરેલ છે.-૩ જૈનાચાર્યોએ પણ તેમને યોગ વિદ્યાના સંસ્થાપક માનેલ છે.* એ રીતે ભગવાન ઋષભ આદિનાથ “હિરણ્યગર્ભ અને બ્રહ્મા વગેરેનાં અનેક નામથી સંબોધિત કરાયેલ છે. વેદમાં ભગવાન ષભદેવને કેશી પણ કહેવામાં આવેલ છે. ત્યાં વાતરશન મુનિના ઉલ્લેખના પ્રકરણમાં જ કેશીની સ્તુતિ આવે છે. કે જે શ્લભદેવનું વાચક છે. wટ્વેદમાં અન્યત્ર કેશી અને ક્ષભનો એક સાથે ઉલ્લેખ પણ મળે છે. મુગલ ઋષિની ગયો (ઈદ્રિયો) ચેરાઈ જઈ રહેલ હતી ત્યારે ઋષિએ સારથિ કેશી વૃષભના વચનથી તેના સ્થાને પાછી ફેરવી અર્થાત તે ઈંદ્રિય ક્ષભના ઉપદેશથી અંતરમુખી થઈ ગઈ. જંબૂદીપ પ્રજ્ઞપ્તિ અનુસાર ભગવાન ઋષભ જયારે મુનિ બન્યા ત્યારે તેમણે ચાર મુષ્ટિ કેશ લોચ કર્યો હતો. એમ તો સામાન્ય પરંપરા પાંચ મુષ્ટિ કેશ લોચ કરવાની છે. જ્યારે ભગવાન વેચ કરી રહેલ હતા, બન્ને ભાગના કેશ લોચ કરવાનું બાકી હતું તે વખતે દેવરાજ શકેન્દ્ર ભગવાનને નમ પ્રાર્થના કરી—આટલી રમણીય કેશરાશીને રહેવા દો. ત્યારે ભગવાને ઈન્દ્રની પ્રાર્થનાનો સ્વીકાર કરીને ७८. हिरण्यगर्भो योगस्य वेत्ता नान्यः पुरातनः । --મમરત શાન્તિ પર્વ ૨૦૧૬ ७९. सैपा हिरण्मयी वृष्टि: धनेशेन निपातिता, विभोहिरण्यगर्भवमिव बोधयितुं जगत् ।। (ख) गब्भट्ठिअस्स जस्स उ हिरण्णवुड्ढी संकचणा पडिया। तेणं हिरण्णगभो जयम्मि उवगिज्जए उसभो ------पउमचरिउं ३१६८ विमलगणिरचित ८०. हिस्ट्री आफ प्री बुद्धिस्टिक इंडियन फिलोसफी डा. वालिस । ८१. भगवान् ऋषभदेवो योगेश्वरः --શ્રીમદ્ ભગવદ્ પોરૂ ८२. नानायोगचर्याचरणो भगवान् कैवल्यपति ऋषभ: --શ્રીમદ્ ભાગવત ધારક ८३. श्री आदिनाथाय नमोस्तु तस्मै, येनोपदिष्टा हठयोगविद्या । --हठयोग प्रदीपिका ૮૪. યોર્પિતરું નૉમિ, સેવ-વં વાવનમ્ | --જ્ઞાનવ શર ८५. केश्यग्नि केशी विषं केशी विभर्ति रोदशी । केशी विश्वं स्वदृशे केशीदं ज्योति रुच्यते ।। ८६. ककर्दवें वृषभो युक्त आसीदवावचीत्सारथिरस्य केशी । दुधेर्युक्तस्य द्रवतः सहानस ऋच्छन्ति प्मा निष्पदो मुद्गलानीम । -ऋग्वेद १०।९।१०।६ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy