SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના: ૩૩ અર’ અને ભગવાન મલ્લીના મધ્યમાં ઠરે છે. અહીં એ પણ યાદ રાખવું જોઈએ કે 'અરક' તીર્થકરથી પહેલાં બુદ્ધના મતમાં “અરનેમિ’ નામના એક તીર્થકર વિશેષ થયા. બુદ્ધ બતાવેલા અરનેમિ અને જૈન તીર્થકર ‘અર’ સંભવિત રીતે બને એક હાય. ભગવાન શાન્તિ ભગવાન શાંતિનાથ સેળમાં તીર્થકર છે. તે પૂર્વ ભવમાં જ્યારે મેઘરથ હતા ત્યારે કબૂતરની રક્ષાની તે ઘટ. વસુદેવ હિડી૬ ૨ ત્રિષષ્ટિશલાકાપુરૂષ ચરિત્ર વગેરેમાં મળે છે તથા શિવિ રાજાના ઉપાખ્યાનના રૂપમાં વૈદિક ગ્રંથ મહાભારતમાં પ્રાપ્ત થાય છે. અને બૌદ્ધ વાડમયમાં જીમૂતવાહનના રૂપમાં ચિત્રિત કરવામાં આવેલ છે. પ્રસ્તુત ઘટના આપણને બતાવે છે કે જેન પરંપરા કેવળ નિવૃત્તિરૂપ અહિંસામાં જ નહિ પણ મરતાની રક્ષાના રૂપમાં પ્રવૃત્તિ રૂપ અહિંસામાં પણ ધર્મ માને છે. સોરેન્સને મહાભારતના વિશેષ નામને કશ બનાવ્યો છે. તે કોષમાં સુપાર્શ્વ, ચંદ્ર અને સુમતિ, એ ત્રણ નામ જૈન તીર્થકરોમાં આવે છે. મહાભારતકારે આ ત્રણેને અસુર બતાવેલ છે. જે વૈદિક માન્યતા અનુસાર જૈન ધર્મ અસુરોને ધર્મ રહેલ છે. જો કે અસુર લેકો આહંત ધર્મના ઉપાસક હતા એ જાતનું વર્ણન જૈન સાહિત્યમાં મળતું નથી. પરંતુ વિષ્ણુપુરાણ ૬૫ પદ્મપુરાણ ૧૬ મત્સ્યપુરાણ ૬૦ દેવીભાગવત ૧૮ અને મહાભારત વગેરેમાં અસુરોનાં અર્વત અથવા જૈન ધર્મના અનુયાયી બનીવેલ છે. અવતાના નિરૂપણમાં જે રીતે ભગવાન ઋષભને વિષચના અવતાર કહેલ છે તેમજ સુપાáને કુપથ નામના અસુરોને અંશાવતાર કહેલ છે તથા સુમતિ નામના અસુરને માટે વર્ણન મળે છે. કે વરણ પ્રસાદમાં તેનું સ્થાન દૈત્યો અને દાનમાં હતું. ૧૯ મહાભારતમાં વિષ્ણુ અને શિવનાં જે સહસ્ત્ર નામ છે તે નામની સૂચીમાં શ્રેયાંસ, અનંત, ધર્મ, શાંતિ અને સંભવ તે નામ વિષગનાં પણ આવે છે કે જે જૈન ધર્મના તીર્થંકર પણ હતા. અમારી દષ્ટિથી આ પ્રભાવપૂર્ણ વ્યકિતત્વ અને કતિત્વના કારણે જ તેમને વૈદિક પરંપરામાં પણ વિષ્ણુના રૂપમાં અપનાવેલ છે. નામ સામે સિવાય આ મહાપુરુષોના સંબંધ અસુરોથી જોડવામાં આવેલ છે કેમકે તેઓ વેદ વિરોધી હતા. વેદ વિરોધી હોવાના કારણે તેમનો સંબંધ શ્રમણ પરંપરાથી હોવો જોઈએ, તે વાત પૂર્ણરૂપથી સિદ્ધ છે. ભગવાન અજિત - બૌદ્ધ થેરગાથામાં એક ગાથા અજિત થેરના નામની આવે છે. તે ગાથાની અટ ઠ કથામાં બતાવવામાં આવ્યું છે કે, તે અજિત ૧૯ કલ્પથી પહેલાં પ્રત્યેકબુદ્ધ થઈ ગયા છે. જૈન સાહિત્યમાં જે અજિત બીજા તીર્થકર છે. અને સંભવિત રીતે બૌદ્ધ સાહિત્યમાં તેને જ પ્રત્યેકબુદ્ધ કહેવામાં ६२. वसुदेव हिंडी २१ लम्भक, ૬૩. ત્રિષ્ટિ . . . ૪ ६४. जैन साहित्य का वृहद् इतिहास, प्रस्तावना, पृ. २६ ६५. विष्णुपुराण ३।१७।१८ ६६. पद्मपुराण सृष्टि खण्ड, अध्याय १३ श्लो. १७०-४१३ ६७. मत्स्यपुराण २४१४३-४९ ૬૮. ટેવી ભાવત ૪૬૩ ૬૪-૬૭ ६९. जैन साहित्य का बहद् इतिहास प. २६ ७०, मरणे मे भयं नत्थि निकन्ति नत्थि जीविते । सन्देहं निक्खिपिस्सामि सम्पजानो परिस्सतो ।। -थेर गाथा ११२० Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy