SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ પાત્ર ભગવાન મહાવીરના જીવનની દિવ્ય અને ભવ્ય ઝાંખી, સ્વયં સૂત્રકારે પ્રસ્તુત કરેલી છે. તેથી પાદકોને અનુરોધ છે કે તેઓએ તેનું રસાસ્વાદન મૂળ ગ્રંથથી કરવું અને વિશેષ જિજ્ઞાસુ લેખકનો મહાવીર જીવનદર્શન ગ્રૂપ' એ. ૨. શ્રમણ ભગવાન મહાવીરના સંબંધમાં એવી એક ભ્રાંત ધારણા ચાલી રહેલ છે કે તેમણે સર્વાતંત્ર સ્વતંત્ર ધર્મની સંસ્થાપના કરી હતી. તેઓ એક નવા ધર્મના પ્રવર્તક હતાં પરંતુ તે વાત સાચી નથી, તેમણે કોઈ નવા ધર્મની સંસ્થાપના કરી નહિ પરંતુ જે પૂર્વ નીચે કરોની લાંબી પરંપરા ચાલી આવી રહેલ હતી તેના તે ઉન્નાયક હતા સુધારક હતા. પ્રચારક હતા અને ઉષ્કારક હતા. આચારોંગમાં સ્વયં ભગવાને કહ્યું જ છે “જે અર્હત થઈ ચૂકેલ છે, જે વર્તમાનમાં છે અને આગળ બનશે તે બધાનું એવું નિરૂપણ છે કે કોઈપણ જીવની હિંસા ન કરો. ૨ અહીં એ યાદ રાખવું જોઈએ કે દેશ-કાળ અનુસાર તીર્થંકરની શાસનવ્યવસ્થામાં ભેદ પણ થાય છે. પરંતુ સર્વથા રીતે ભેદ હોય એવી વાત હાતી નથી. ભગવાન પાર્શ્વ અને મહાવીરની શાસન વ્યવસ્થામાં અનેક વાર્તામાં ભેદ રહેલ છે. પરંતુ ભેદથી પણ અભેદ વધારે હતો. ભગવાન પાર્શ્વ ડૅાકટર હર્મન જેકોબી ભગવાન પાર્શ્વને ઐતિહાસિક વ્યકિત માને છે. ૯ તેમણે-જૈનાગમાની સાથે જ બૌદ્ધિપિટકોના પ્રકાશમાં એ પ્રસિદ્ધ કરેલ છે. કે ભગવાન પાર્શ્વ એક ઐતિહાસિક પુરુષ છે. તેના આ કથનનું સમર્થન અન્ય અનેક વિદ્વાનોએ પણ કરેલ છે. તે કારણે તેમની ઐતિહાસિકતા અસંદિગ્ધ છે. ભગવાન પાર્શ્વનાથ ચાવીસ તીર્થંકરામાંથી ત્રેવીસમાં તીર્થંકરના રૂપમાં પ્રખ્યાત છે.૩૦ ભગવાન પાર્શ્વના અસ્તિત્વ કાળ ઈસ્વીસન પૂર્વે દસમી શતાબ્દી છે ને ભગવાન મહાવીરની બસેા પચાસ વરસ પહેલાં થયા હતા. તેમનો જીવનકાળ સો વરસનો હતો, દિગંબર આચાર્ય ગુણભદ્રના અભિમતાનુસાર ભગવાન પાર્શ્વના પરિનિર્વાણનાં ૨૫૦ વરસ પછી ભગવાન મહાવીરનું નિર્વાણ થયું. જો ઓ २८. आचारांग ११४११ 29. That Parshva was a historical person, is now admitted by all as very pro—The Sacred Books of the East, Vol. XLV, Introduction p. 21. bable.... As he (Vardhaman Mahavira) is referred to in the Buddhist scriptures as one of the Buddha's chief opponents his historicity is beyond doubt, . . .Parshva was remembered as the twenty third of the twentyfour great teachers or Tirthankaras 'ford-makers' of the Jaina Faith. 30. । ३१. पासजिणाओ य होइ वीरजिणो । अढाइज्जसएहि गएहि चरिमो समुत्पन्नो ३२. पाश्र्वंशतीर्थसन्ताने पंचाशद्द्वशताब्दके । तदभ्यन्तरवर्त्यायु-र्महावीरोऽत्र जातवान् ।। Jain Education International The Wonder that was India (A. L Basham, B.A. Ph.D., F.R.A.S.) Reprinted 1956, pp. 287-88. आवश्यक नियुक्ति, मलयगिरिवृत्ति प. २४१ મહાપુરાન (ઉત્તરપુરાન ) પર્વ ૭૪૬.૪૬૨ प्रका. भारतीय ज्ञानपीठ काशी For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy