SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પસૂત્ર દીધનિકોયમાં મહાત્મા બુદ્ધે કહ્યું - વશિષ્ઠ' - બ્રહ્મા સનસ્કુમારે પણ ગીથી કહેલ છે - ગેત્ર લઈને ચાલવાવાળા જૈનેમાં ક્ષત્રિય શ્રેષ્ઠ છે. ‘વિદ્યા અને આચરણથી યુકત હોય તે દેવ માનવામાં શ્રેષ્ઠ છે.” વસિષ્ઠ! પ્રસ્તુત ગાથા સનસ્કુમારે બરાબર કહેલ છે, ખાટી નહિ. સાર્થક કહેલ છે. નિરર્થક નહિ. હું પણ તેનું અનુમોદન કરું છું.”૧૬ | છાન્દીપનિષદમાં આરુણીના પુત્ર શ્વેતકેતુ અને પ્રવાહણ ક્ષત્રિયના મધુર સંવાદ છે. સંક્ષેપમાં સારાંશ એ છે કે શ્વેતકેતુ સભામાં જાય છે, પ્રવાહણ તેને પાંચ પ્રશ્ન પુછે છે. પરંતુ તે એક પણ પ્રશ્નનો ઉત્તર આપી શકતા નથી તેથી તે પોતાના વિદ્યાગુરુ પિતાની પાસે જાય છે. અને પ્રવાહણે પુછેલા પ્રશ્નોનો ખુલાસો માંગે છે. પરંતુ તે પણ પ્રશ્નના ઉત્તર જાણતા ન હતા. તે કારણે તે રાજાની પાસે ગયા અને તેની પાસે પોતાની જિજ્ઞાસા અભિવ્યકત કરી. ત્યારે રાજાએ કહ્યું- ગૌતમ! તમે મને કહ્યું હતું કે પૂર્વકાળમાં તમારી પહેલાં આ વિદ્યા બ્રાહ્મણોની પાસે ગયેલ નથી. તેનાથી સંપૂર્ણ લોકોમાં ક્ષત્રિયોનું જ (શિયો પ્રત્યે) અનુશાસન થતું રહેલ છે. ૧૭ તાત્પર્ય એ છે કે ક્ષત્રિયોની શ્રેષ્ઠતા, રક્ષાત્મક શકિત અને આત્મ - વિદ્યાના કારણે અતિ અધિક માનવામાં આવતી હતી. બૃહદારણ્યક ઉપનિષદમાં પણ રાજા પ્રવીહાણે આરણીને કહ્યું - તેના પહેલાં આ આધ્યાત્મવિદ્યા કોઈ બ્રાહ્મણની પાસે ન રહી તે હું તમને બતાવીશ૧૮ વિષ્ણુ પુરાણ અનુસાર પહેલાં બધા મૈથિલીના રાજા આત્મવિદ્યાને આશ્રય આપતા હતા. ૧૯ બ્રાહ્મણોના બ્રહ્મત્વ ઉપર આકરો ભંગ કરતાં અજાતશત્રુએ ગાર્મેને કહ્યું: “બ્રાહ્મણ ક્ષત્રિયના શરણમાં એવી આશાથી જાય છે કે તે મને બ્રહ્મને ઉપદેશ કરશે. આ તો વિપરીત છે તે પણ હું તમને તેનું પાન કરાવીશ જ.૨ ૦ કૌશીતકી બ્રાહ્મણ ૫ શતપથ બ્રાહ્મણ ૨ ૨ આદિગ્રંથોમાં પાણ, બ્રાહ્મણાથી ક્ષત્રિય શ્રેષ્ઠ છે. એમ પ્રતિપાદન કરવામાં આવેલ છે. બ્રાહ્મણ પરંપરામાં હિંસાનું પ્રાધાન્ય હતું અને ક્ષત્રિય પરંપરામાં અહિંસાનું. અહિંસાપ્રેમી હોવાના કારણે ક્ષત્રિયને અતિઅધિક આદરની દષ્ટિથી દેખવામાં આવતા હતા. સંસ્કૃતિના ચાર અધ્યાયમાં રામધારીસિંહ દિનકર લખે છે, “અવતારમાં વામન અને પરશુરામ એ બે જ છે કે જેમને જન્મ બ્રાહ્મણ કુળમાં થયો હતો. બાકી બધા અવતાર ક્ષત્રિયોના વંશમાં થયા છે. તે આકરિમક ઘટના હાઈ १६. दीघनिकाय ३१४, पृ. २४५ १७. यथेयं न प्राक् त्वत्तः पुरा विद्या ब्राह्मणान् गच्छति तस्मादुः सर्वेषु लोकपु क्षत्रस्यैव प्रशासनमभू ઢિતિ તથૈ ઢ વન-છાન્દ્રાપિનિuત્ ! -રૂ-૨-૭૭ ૬. ૪૩ર-૪૭૬ ! १८. यथेयं विद्यतः पूर्व नं कश्मिश्चन ब्राह्मण उवास तां त्वहं तुभ्यं वक्ष्यामि ।। -बृहदारण्यकोपनिषद् ६।२।८ १९. प्रायेणेत आत्मविद्यायिणो भूपाला भवन्ति । --विष्णुपुराण ४।५।३४ ૨૦. વૃદ્ધારર્થોપનિષદ્ રા૨–૧૬ २१. कौशीतकी ब्राह्मण २६।५ २२. शतपथ ब्राह्मण ११ वीं कण्डिका Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy