SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ કલ્પસૂત્ર કલ્પાંતથ્ય. નિર્યુકિત અને ચૂણિપછી કલ્પાંતર્વાચ્ય પ્રાપ્ત થાય છે તે વ્યાખ્યાગ્રન્થ નથી પરંતુ વકતા કલ્પ સત્રનું વાંચન કરતી વખતે પ્રવચનને રસપ્રદ બનાવવા માટે અન્યાન્ય ગ્રંથોથી જે નોટ્સ લેતા હતા. તેને જ કલ્પાંતર્વાથ્યની સંજ્ઞા આપવામાં આવેલ છે. અહીં એ યાદ રાખવું જોઈએ કે જેટલાં કલ્પાંતર્વા છે તે બધાં એકની જ પ્રતિલિપિ નથી પરંતુ વિવિધ લેખકોએ પત - પેતાની દષ્ટિથી તેને તૈયાર કરેલ છે. કેટલાક લેખક તપાગચ્છીય, કેટલાક ખરતરગચ્છીય અને કેટલાક અંચલ ગચ્છીય રહેલ છે. કેમકે, સાંપ્રદાયિક માન્યતાઓના વર્ણનથી એ સ્પષ્ટ થઈ જાય છે. એક કલ્પાંતર્વાને શ્રી. સાગરાનંદ સૂરિએ “કલ્પ સમર્થન” ના નામથી પ્રસિદ્ધ કરેલ છે. ટીકાઓ જૈનાચાર્યોએ સંસ્કૃત વાગમયની અતિ અધિક અભિવૃદ્ધિ દેખીને આગ ઉપર પણ સંસ્કૃત ભાષાઓમાં ટીકા લખી, કલ્પસૂત્રની ટીકાઓમાં નિર્યુકિત અને ચૂણિના પ્રયોગની સાથે જ પોતાના તરફથી લેખકોએ તેમાં ઘણા નવા સંદર્ભ મેળવેલ છે. સંદેહ વિપૌષધિ કલ્પપંજીકા - આ ટીકાના રચચિતા “જિનપ્રભસૂરિ છે. બૃહટ્ટિપ્પણિકાના અભિમતાનુસાર ટીકાને રચનાકાળ સંવત ૧૩૬૪ છે. શ્લોક પરિમાણ ૨૫૦૦ ની લગભગ છે. ભાષા પ્રૌઢ છે.૧૪ તેમણે ભગવાન મહાવીરના પટ લ્યાણકોની ચર્ચા પણ કરેલ છે. કલ્પરિણાવલી - આ ટીકાના નિર્માતા તપાગચ્છીય ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી છે. વિક્રમ સંવત ૧૬૨૮ માં તેનું નિર્માણ થયેલ છે. શ્લોક પરિમાણ ૪૮૧૪ છે. આ ટીકાની પરિસમાપ્તિ રાંધન થઈ છે. ઈતિવૃત્ત સંબંધી અનેક ભલે ટીકામાં દષ્ટિગોચર થાય છે. આના ઉપર સંદેહ વિપષધી ટીકાને સ્પષ્ટ પ્રભાવ પણ પરિલક્ષિત થાય છે. પ્રદીપિકા વૃત્તિ - તેના ટીકાકાર પન્યાસ સંઘવિજય છે. ટીકાનું પરિમાર્જન ઉપાધ્યાય ધનવિજયજીએ ૧૯૮૧માં કરેલ, શ્લોક પરિમાણ ૩૨૫૦ છે. ટીકાની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા છે કે લેખક ખંડનની પ્રવૃત્તિથી અલગ રહેલ છે. પૂર્વ ટીકાઓની માફક આ ટીકામાં પણ કેટલાંક સ્થળો ઉપર ગુટિઓ અવશ્ય થયેલ છે. કલ્પદીપિકા - આ ટીકાના લેખક પં. પંન્યાસ વિજ્યજી છે અને સંશોધન કર્તા છે ભાવ વિજ્યગણી. સં. ૧૬૭૭ ના કારતક સુદ ૭ ના રોજ આ ટીકા સમાપ્ત થઈ છે. લેખકે પ્રશસ્તિમાં પોતાના ગુરૂનું નામ ઉપાધ્યાય વિમળહર્ષ આપેલ છે. શ્લોક પરિમાણ ૩૪૨૨ છે. ભાષા પ્રાંજલ છે. પોતાના મંતવ્યો વિરૂદ્ધ વિષયોનું ખંડન પણ કરેલ છે, પરંતુ મધુરતા, શિષ્ટતા અને તર્કની સાથે કે જેથી પાઠક અકળાતા નથી. કલ્પપ્રદીપિકા - આ ટીકાના રચયિતા સંઘવિજ્ય છે. વિક્રમ સં. ૧૮૭૬ માં આ ટીકા સમાપ્ત થઈ છે. ક૫સુબાધિકા - આ ટીકાના લેખક ઉપાધ્યાય વિનયવિજયજી છે. વિક્રમ સંવત ૧૯૯૬ માં આ ટીકા, નિમિત કરવામાં આવેલ છે. પૂર્વની બધી ટીકાઓથી પ્રસ્તુત ટીકા વિસ્તૃત છે. ભાષાની સરળતાથી અને વિષયની સુબોધતાના કારણે આ અન્ય ટીકાઓથી અધિક લોકપ્રિય થઈ છે. કલ્પકિરણાવલી १४ : प्रबन्ध पारिजात, मुनि कल्याणविजय प. १५२० Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy