SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના: મુનિશ્રી પુણ્યવિજ્યજીના અભિમતાનુસારં સામાચારી વિભાગમાં અંતરા વિ સે કમ્પઈ નો સે કમ્પઈ તંરયણિઉવાયણા-વિત્તએ’ એ પાઠ સંભવિત રીતે આચાર્ય કાલકના પછી બનાવવામાં આવેલ છે. સંક્ષેપમાં સાર એ છે કે શ્રુતકેવળી ભદ્રબાહુ રચિત કલ્પસૂત્રમાં અન્ય આગમોની માફક થડક અંશ પ્રક્ષિપ્ત થયો છે. પ્રક્ષિપ્ત અંશ દેખીને શ્રી બેબરે જે એવી ધારણા બનાવી કે કલ્પસૂત્રને મુખ્ય ભાગ દેવદ્ધિગણી દ્વારા રચિત છે અને મુનિ અમરવિજ્યજીના શિષ્ય ચતુરવિજ્યજીએ બીજા ભદ્રબાહુની રચના માની છે. તે કથન પ્રામાણિક નથી. - આજ અનેકાનેક પ્રમાણોથી એમ સિદ્ધ થઈ ચૂક્યું છે કે કલ્પસૂત્ર શ્રત કેવળી ભદ્રબાહુની રચના છે. જ્યારે દશાશ્રુતસ્કંધ ભદ્રબાહુનિર્મિત છે ત્યારે કલ્પસૂત્ર તેને એક વિભાગ હોવાના કારણે તે ભદ્રબાહુનું નિમિત છે કે નિધૂઢ છે.૯ ગણધર પાસેથી નિકળેલું છે. અહિયા એ પણ યાદ રાખવું જોઈએ કે શ્રુતકેવળી ભદ્રબાહુએ દશાશ્રુતસ્કંધ વગેરે જ આગમ લખેલ છે તે કલ્પનાની દોડ નથી. પરંતુ તેમણે દશાશ્રુતસ્કંધ, નિશીથ, વ્યવહાર અને વૃહત્કલ્પ૧૦ એ બધાં આગમ નવ પૂર્વનાં, પ્રત્યાખ્યાન વિભાગથી તૈયાર કરેલ છે.૧૧ પૂર્વ ગણધરકૃત છે ત્યારે તે આગમ પણ નિર્મૂઢ હોવાના કારણે એક દષ્ટિથી ગણધરકૃત જ છે. દશાશ્રુતસ્કંધ છેદ સૂત્રમાં હોવા છતાં પણ, પ્રાયશ્ચિત્ત સૂત્ર નથી. પરંતુ આચાર સૂત્ર છે તેના કારણે આચાર્યોએ તેને ચરણ કરણાનુયોગના વિભાગમાં લીધેલ છે. ૧૨ છેદ સૂત્રોમાં દશાશ્રુત સ્કંધને મુખ્ય સ્થાન આપેલ છે.૧૩ જ્યારે દશાશ્રુતસ્કંધ છેદ સૂત્રોમાં મુખ્ય છે ત્યારે તે તેમને વિભાગ હોવાથી કલ્પસૂત્રની મુખ્યતા સ્વત: સિદ્ધ છે. દશાશ્રુતસ્કંધને ઉલ્લેખ મૂળસૂત્ર ઉત્તરાધ્યયનના એકત્રીસમા અધ્યયનમાં પણ થએલ છે. નિર્યુકિત – ચૂણિ કલ્પસૂત્રની સૌથી પ્રાચીન વ્યાખ્યા નિર્યુકિત અને શૂણિ છે. નિર્યુકિત ગાથારૂપ છે અને ચૂણિ ગદ્ય રૂપ છે. બન્નેની ભાષા પ્રાકૃત છે. નિર્યુકિતના રચયિતા બીજા ભદ્રબાહુ છે. ચૂણિના રચયિતાના સંબંધમાં હજી સુધી કોઈ નિર્ણય થઈ શક નથી. ७. इण्डियन एण्टीक्वेरी जि. २१ प. २१२-२१३ ८. मंत्राधिराज-चिन्तामणि--जैन स्तोत्र संदोह, प्रस्तावना प. १२-१३, प्रकाशक-साराभाई मणिलाल नवाब, अहमदाबाद सन् १९३६ । (क) वंदामि भद्दबाहं, पाइणं चरिमसयलसूयणाणि सुत्तस्स कारगमिसि, दसासुकप्पे य ववहारे। -दशाश्रुतस्कंध नियुक्ति गा. १ (ख) तेण भगवया आयारपकप्प दसाकप्प ववहारा य नवमपुव्वनीसंदभूता निज्जूढा । --पंचकल्पभाष्य गाथा २३ चूणि १०. कतरं सुत्तं ? दसाउकप्पो ववहारो य । कत्तरात्तो उद्धृतं ? उच्यते--पच्चवखाणपुवाओ। -दशाश्रुतस्कंध चूणि पत्र २ ११. इहं चरणकरणाणुओगेण अधिकारो । -~-दशाश्रुतस्कंध, चूणि पत्र २ १२. इमं पुणच्छेयसुत्तपभुत्तपमुहभूतं । --दशाश्रुतस्कंध, चूर्णि, पत्र २ १३. पणवीसभावणाहिं, उद्देसेसु दशाइणं । जे भिक्ख जयई निच्चं, से न अच्छई मण्डले। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy