________________
૩૩૨
કલ્પસૂત્ર અને (૪) સ્થવિર અરહદત્ત, અહંદત્ત) સ્થવિર.આર્ય સમિતથી ત્યાં બંભદેવીયા બ્રહ્મદીપિકા શાખાને પ્રારંભ થયો.
ગૌતમ ગોત્રીય સ્થવિર આર્ય વજથી આર્ય વજી શાખા નીકળી.
વિવેચન – આર્ય સિંહગિરિના જીવનવૃત્તાંત સંબંધમાં વિશેષ સામગ્રી મળતી નથી. અહીં તેમને કૌશિક ગોત્રીય બતાવેલ છે તથા જાતિ
સ્મરણ જ્ઞાનવાળા કહેલ છે. તેમના ચાર મુખ્ય શિષ્ય હતા : આર્ય સમિત, આર્ય ધનગિરિ, આર્ય વજા સ્વામી અને આર્ય અહંદત્ત,
આર્ય સમિતને જન્મ અવંતી દેશના તુંબવન ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ધનપાલ હતું. તે જાતિથી વિશ્ય હતા. તેને એક બહેન હતી. તેનું નામ સુનંદા હતું, તેનું પાણિગ્રહણુ તુંબવન ૧૧ના ધનગિરિની સાથે થયું હતું. ૧૨ આર્ય સમિત યોગનિષ્ઠા તેમજ ઉગ્ર તપસ્વી હતા. અનુકૃતિ છે કે આભીર દેશના અચલપુર ગામમાં તેમણે કૃષ્ણ અને પૂર્ણા સરિતાઓને વેગ બળથી પાર કરી, અને બ્રહ્મદ્વીપ પહોંચ્યા. બ્રહ્માદ્વીપના પાસે તાપસને પિતાના ચમત્કારથી આંજી દઈને તે બધાને પોતાના શિષ્ય બનાવ્યા,
આર્યજાસ્વામી આર્ય સમિતની બહેનને વિવાહ ઈબ્નપુત્ર ધનગિરિની સાથે થયા હતા. ૧૭ ધનગિરિ ધર્મપરાયણ વ્યક્તિ હતા. જ્યારે તેની સામે ધનપાલ તરફથી વિવાહનો પ્રસ્તાવ આવે ત્યારે તેમણે સ્પષ્ટ અસ્વીકાર કરતાં કહ્યું કે હું વિવાહ કરીશ નહિ. સંયમ લઈશ. પરંતુ ધનપાલે તેની સાથે વિવાહ કરી દીધા. વિવાહ થઈ ગયા છતાં પણ તેનું મન સંસારમાં ન લાગ્યું. પિતાની પત્નીને ગર્ભવતી છોડીનેજ આર્ય સિંહગિરિની પાસે દીક્ષા ગ્રહણ કરી. જ્યારે બાળકનો જન્મ થયો, ત્યારે તેણે પિતાના દીક્ષાની વાત સાંભળી. સાંભળતાજ જાતિસ્મરણ જ્ઞાન થયું. માતાને મેહ એછે કરવા માટે તે રાત-દિવસ રોવા લાગ્યા, એક દિવસ ધનગિરિ અને સમિત ભિક્ષા માટે જઈ રહ્યા હતા. ત્યારે આર્ય સિંહગિરિએ શુભ લક્ષણ દેખીને શિષ્યોને આદેશ આપ્યો કે જે કાંઈ ભિક્ષામાં મળે તે લઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org