SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ ધર્મ ચક્રવર્તી: ૨૯૧ છે કે તેના અંતમાં વિજેતા તેમજ પરાજિત બન્નેને સંતાપ તેમજ નિરાશા મળે છે. પોતાની સત્તા ગુમાવીને પરાજિત પસ્તાય છે અને કાંઈ નહિ મળવાથી વિજેતા પસ્તાય છે. કાયર બનવાની પણ હું તમને સલાહ આપી શક્તા નથી. તમને એવું રાજ્ય આપવા માગું છું કે જેમાં યુદ્ધ અને કાયરતા બન્નેથી દૂર રહી શકાય. ભગવાનની આશ્વાસનભરી વાણી સાંભળીને બધાના મુખકમળ ખીલી ઊઠયાં. મનમયૂર નાચવા લાગ્યા. તેઓ અનિમેષ (એકી નજરે) દૃષ્ટિથી ભગવાનને નિહાળવા લાગ્યા. ભગવાનની ભાવનાને તેઓ સ્પશી શક્યા નહિ. તે તેમની કલ્પનામાં ન આવી શકયું કે ભૌતિક રાજ્ય સિવાય પણ કઈ રાજ્ય હોઈ શકે છે. તે ભગવાન દ્વારા બનાવાયેલા રાજ્ય મેળવવા વ્યગ્ર બની ગયા. તેમની તીવ્ર લાલસા જોઈને ભગવાન બેલ્યા- “એક લાકડા કાપનાર માણસ હતો. તે ભાગ્યહીન અને મૂર્ખ હતો, પ્રતિદિન કોયલા બનાવવા તે જંગલમાં જતે અને જે કાંઈ મળે તેનાથી પિતાનું ભરણપોષણ કરતો. એક વખત તે સખત ઉનાળામાં અસહ્ય ગરમીમાં થોડું પાણી લઈને જંગલમાં ગયો અને સૂકાં લાકડાં એકઠાં કરીને કેયલા બનાવવા માટે તેમાં આગ લગાડી દીધી. અસહ્ય ધગધગતી ગરમી અને પ્રચંડ જવાલાના કારણે તેને ઘણી તરસ લાગી. તે પોતાની સાથે જે પાણી લાવ્યો હતો તે પી ગયે પરંતુ તેની તૃષા છીપી નહિ. આમ તેમ જંગલમાં પાણીની તપાસ કરી પરંતુ કોઈ જગ્યાએ પાણી મળ્યું નહિ. પાસે કંઈપણ ગામ હતું નહિ, તરસથી ગળું સુકાઈ જતું હતું, ગભરાટ વધી રહ્યો હતો. તે એક વૃક્ષ નીચે સૂઈ ગયે. નિદ્રા આવી ગઈ. તેણે સ્વપ્ન જોયું કે ઘરમાં જેટલું પણ પાણી છે તે પી ગયું છે તે પણ તરસ મટી નહિ, કૂવા ઉપર ગયો અને ત્યાંનું બધું પાણી પી ગયો તો પણ તરસ છીપી નહિ. નદી-નાળાં અને ઝરણાંના પાણી પીતાં પીતાં સમુદ્ર તટે પહેઓ. બધું પાણી પી જવા છતાં પણ તેની તરસ ઓછી ન થઈ. તરસથી તરફડતે તે સમુદ્ર કાંઠે ભીનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy