SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦. કલ્પસૂત્ર – ૪ સંદરીને સંયમ: ભગવાન શ્રી ઋષભના પ્રથમ પ્રવચનને સાંભળીને સુંદરી પણ સંયમ ગ્રહણ કરવા ઈચ્છતી હતી. તેણીએ એ ભવ્ય ભાવના અભિવ્યક્ત પણ કરી પરંતુ સમ્રાટુ ભરત દ્વારા આજ્ઞા પ્રાપ્ત ન થવાથી તે શ્રાવિકા બની. ૨ તેના અંતરમાં વૈિરાગ્યને સાગર ઉછાળા મારી રહેલ હતો. તે શરીરથી ગૃહસ્થાશ્રમમાં હતી પણ તેનું મન સંયમમાં રમી રહેલ હતું. પખંડ ઉપર વિજય - ધ્વજ ફરકાવીને જ્યારે સમ્રાટ ભરત દીર્ધકાળ પછી વિનીતા પાછા ફર્યા ત્યારે સુંદરીના કૃશ શરીરને દેખીને તે ચક્તિ થઈ ગયા. પ્રશ્ન કરવાથી ખબર પડી કે એવી અવસ્થા જે દિવસથી દીક્ષાગ્રહણને નિષેધ કરવામાં આવ્યો હતો તે દિવસથી નિરંતર આકરા વ્રત કરવાથી થઈ છે. સુંદરીની સંયમ લેવાની પ્રબળ ભાવના જોઈને ભરતે અનુમતિ પ્રદાન કરી અને સુંદરીએ ઋષભદેવની આજ્ઞાનુવતિની બ્રાહ્મીની પાસે દીક્ષા ગ્રહણ કરી. “ - અહાણુ ભાઈઓની દીક્ષા: આગળ કહેવાઈ ગયું છે કે શ્રી ઋષભદેવ, તેમના સે પુત્રને જુદાં જુદાં રાજ્ય આપીને શ્રમણ બન્યા હતા. સમ્રાટુ ભરત ચક્રવતી બનવા માગતા હતા. તેમણે પોતાના નાના ભાઈઓને પિતાને આધીન કરવા માટે તેમની પાસે દૂતને મોકલ્યા, અઠ્ઠાણુંએ ભાઈઓએ મળીને પરસ્પર મસલત કરી પરંતુ તેઓ નિર્ણય ઉપર ન પહોંચી શક્યા. તે વખતે ભગવાન અષ્ટાપદ તરફ વિચરી રહેલ હતા. તે બધા ભગવાન શ્રી ત્રાષભદેવની પાસે પહોંચ્યા. સ્થિતિને પરિચય આપતાં નિવેદન કર્યું - “પ્રભો ! આપના દ્વારા અપાયેલ રાજ્ય ઉપર ભાઈ ભરત લલચાઈ રહ્યા છે, તે અમારું રાજ્ય લઈ લેવા માગે છે. શું યુદ્ધ કર્યા વિના અમે તેને રાજ્ય આપી દઈએ? જે આપી દઈએ તો તેની સામ્રાજ્ય-લિપ્સા વધી જશે અને અમે પરાધીનતાના ખાડામા હબી જઈશું. જે અમે અમારા મોટાભાઈ સાથે યુદ્ધ કરીએ તો ભાતૃયુદ્ધની એક અનુચિત પરંપરાનો પ્રારંભ થઈ જશે તેથી અમારે શું કરવું યોગ્ય છે?” ભગવાન બાલ્યા – “પુત્રો! તમારું ચિંતન બરાબર છે. યુદ્ધ પણ ખરાબ છે અને કાયર બનવું તે પણ ખરાબ છે. યુદ્ધ એટલા માટે ખરાબ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy