SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ કલ્પસૂત્ર થયેલાં ઘાસને નીચેાવીને તરસ મટાડવાના પ્રયત્ન કરી રહ્યો હતા ત્યાં તેની ઊંઘ ઊડી ગઈ.” પ્રસ્તુત રૂપકના ઉપસંહાર કરતાં ભગવાને કહ્યું- “શું પુત્રા! તે ભીના થયેલા ઘાસને નીચેાવી પીવાથી તેની તૃષા શાંત થઈ શકે ખરી?” પુત્રાએ કહ્યું : “નહિં ભગવન્!” – ૯૦ ભગવાને પેાતાના અભિપ્રાય તરફ પુત્રને આત્કૃષ્ટ કરતાં કહ્યું :· ભૌતિક રાજ્યશ્રીની તૃષ્ણાને શાંત કરવાના પ્રયાસ પણ ભીના થયેલા ધાસને નીચેાવી પીવા સમાન છે, સ્વર્ગીય સુખાથી પણ જેની તૃષ્ણા શાંત ન થઈ તે આવા તુચ્છ અને અલ્પકાળનાં રાજ્યથી શાંત થાય તે કઇ રીતે સંભવિત છે? તેથી સમેાધિ પ્રાપ્ત કરો, વસ્તુત: ભૌતિક રાજ્યથી આધ્યાત્મિક રાજ્ય મહાન છે. સાંસારિક સુખાથી અધ્યાત્મિક સુખ ઉત્તમ છે, તેને ગ્રહણ કરો. તેમાં ન કાયરતાની જરૂર છે કે ન યુદ્ધના પ્રસંગ છે, જ્યાં સુધી સ્વરાજ્ય મળતુ નથી ત્યાં સુધી પર–રાજ્યની અભિલાષા રહે છે, સ્વરાજય મળી જતાં પરરાજ્યના માહ રહેતે નથી.” ભગવાનના ઉપદેશથી પ્રભાવિત થઇને અઠ્ઠાણુએ ભ ઈઓએ રાજ્ય ત્યાગી સંયમ ગ્રહણ કરી લીધું. ભરતને આ ખબર મળતાંજ તે દોડયા – દોડયા આવ્યા.૯૧ ભાતૃ-પ્રેમથી તેની આંખા ભીની થઇ ગઇ પણ તેની ભીની આંખા અણુ ભાઈઓને સંયમના પંચથી વિચલિત ન કરી શકી, ભરત નિરાશ થઇને પેાતાને ઘેર પાછા ફર્યા, * ભાતૃ-યુદ્ધ: સમ્રાટ્ ભરત એક શાસન સૂત્રમાં સમગ્ર ભારતને પરાવવા માગતા હતા. તેથી પોતાના નાનાભાઇ બાહુબલીને એવા સ ંદેશા પહેોંચાડયા કે તે ચક્રવતીની આજ્ઞાના સ્વીકાર કરી લે, ભરતના આ સંદેશા સાંભળતાંજ બાહુબલીની ભ્રકુટિ ચડી ગઇ. ક્રોધ ઊભરાઈ આવ્યા. દાંત કચકચાવી કહેવા લાગ્યા- “શુ ભાઇ ભરતની ભૂખ હજી પણ શાંત ન થઈ! પેતાના નાના ભાઇએ.નાં રાજ્ય છીનવી લેવા છતાં પણ તેને સતેષ ન થયા? જે તે એમ સમજતા હોય કે હું શક્તિશાળી છુ અને શક્તિથી બધાને ચટ કરી નાખુ તા તે શક્તિના સદુપયોગ નહિ, દુરૂપયોગ છે, માનવતાનું ભયંકર અપમાન છે અને કુળ-મર્યાદાનુ અતિક્રમણ છે, અમારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy