SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વભવ: ૨૭૫ પિતાના પિતાની માફક જવાનંદ વૈદ્ય પણ આયુર્વેદ વિદ્યામાં પ્રવીણ હતા. તેમની પ્રતિભાની તેજસ્વિતાથી બધા પ્રભાવિત થતા. એક દિવસ બધા નેહીસાથી વાર્તાલાપ કરી રહ્યા હતા, એટલામાં ત્યાં એક દીર્ધ તપસ્વી મુનિ ભિક્ષા માટે આવ્યા. તેઓ કૃમિ-કુષ્ઠની ભયંકર વ્યાધિથી ઘેરાયેલા હતા. સમ્રાટપુત્ર મહીધરે જવાનંદને કહ્યું “મિત્રવર! આપ અન્ય ગૃહસ્થ લોકોની ચિકિત્સા કરવામાં દક્ષ છે પરંતુ કૃમિકુષ્ઠ રેગથી ઘેરાયેલ આ તપસ્વી મુનિને નિહાળીને પણ તેમની ચિકિત્સા માટે પ્રવૃત્ત કેમ થતા નથી?” જીવાનંદ:- “મિત્ર, તમારું કથન સત્ય છે પણ મારી પાસે લક્ષપાક તેલ સિવાય અન્ય આવશ્યક ઔષધિઓ ઉપલબ્ધ નથી.” તેમણે કહ્યું:- “બતાવો! કઈ ઔષધીઓ જોઈએ છે? અમે તેનું મૂલ્ય ચુકવશું, ગમે ત્યાંથી ઉપલબ્ધ થતી હશે ત્યાંથી લાવવા પ્રયાસ કરીશું.” જીવાનંદઃ- “બે વસ્તુઓ જોઈએ: એક રત્નકંબલ અને બીજું ગશીર્ષચંદન.” પાંચેય મિત્રે ઔષધિ લાવવા માટે એક વેપારીની દુકાને પહોંચ્યા. શેઠે કહ્યું: “પ્રત્યેક વસ્તુનું મૂલ્ય એક લાખ દીનાર છે. તેઓ તેટલું મૂલ્ય ચુકવવા જેવા તૈયાર થયા તેવો જ શેઠે પ્રશ્ન કર્યો કે “આવી અમૂલ્ય વસ્તુઓ કેના માટે જોઈએ છે?” તેમણે કહ્યું: “મુનિની ચિકિત્સા માટે.” મુનિનું નામ સાંભળીને તે બન્ને વસ્તુઓ કાંઈ પણ મૂલ્ય લીધા વિના શેઠે આપી દીધી. તેઓ તે વસ્તુઓ લઈને વૈદ્યની પાસે ગયા. સાથીઓની સાથેજ જવાનંદ વૈદ્ય ઔષધીઓ લઈને મુનિની પાસે ગયા. મુનિ ધ્યાનમુદ્રામાં લીન હતા. મુનિની સ્વીકૃતિ લીધા વિના જ, મુનિને આરોગ્યપ્રદાન કરવાના હેતુથી તેઓએ તેલનું મર્દન કર્યું, ઉષ્ણુવીર્ય તેલના પ્રભાવથી કૃમિઓ બહાર નીકળવા લાગ્યા તેથી રત્નકંબલથી તેમના શરીરને ઢાંકી દીધું જેથી કૃમિઓ રત્નકંબલમાં આવી ગયા. તે પછી રત્નકંબલની કૃમિઓને ગોચર્મમાં મૂકી દીધી. ફરીને મર્દન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy