________________
પૂર્વભવ:
૨૭૩
એક વાર સમ્રાટ મહાબલ પિતાના પ્રમુખ અમાત્યેની સાથે રાજસભામાં બેસીને મનેવિનેદ કરી રહેલ હતા. ત્યારે સ્વયંબુદ્ધ અમાત્યે રાજાને ધર્મને મર્મ સમજાવ્યું, રાજા પુત્રને રાજ્ય સંપીને મુનિ બન્યા. દુષ્કૃત્યોની આલોચના કરી અને બાવીસ દિવસને સંથારે કરીને સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ કર્યું.
(૫) લલિતાંગ દેવ- ત્યાંથી ધન્ના સાર્થવાહને જીવ ઈશાન કલ્પમાં લલિતાંગ દેવ બન્યો. ત્યાં સ્વયંપ્રભા દેવીમાં તે એટલો આસક્ત થઈ ગયા કે સ્વયંપ્રભા દેવીનું ચ્યવન થવાથી લલિતાંગદેવ તેના વિરહમાં આકુળ-વ્યાકુળ બની ગયે. ત્યારે સ્વયંબદ્ધ અમાત્યને જીવ કે જે તે જ કલ્પમાં દેવ થયો હતે તેણે આવીને તેમને સાંત્વના આપી અને સ્વયંપ્રભા દેવી પણ ત્યાંથી
વીને માનવલોકમાં નિર્યામિકા નામની બાલિકા બની. કેવળીના ઉપદેશથી શ્રાવિકા બનીને આયુષ્ય પૂર્ણ કરી, ફરી તે જ કલ્પમાં સ્વયંપ્રભા દેવી બની. લલિતાંગદેવ ફરી તેનામાં આસક્ત થઈ ગયા. જીવનના અંતમાં નમસ્કાર મહામંત્રનો જાપ કરતાં જીવન પૂર્ણ કર્યું.
(૬) વાજંધ : ત્યાંથી ચ્યવીને લલિતાંગદેવને જીવ જંબુદ્વીપની પુષ્કલાવતી વિજયમાં લોહાર્ગલા નગરના અધિપતિ સ્વર્ણગંધ સમ્રાટની પત્ની લક્ષ્મીદેવીની કુક્ષિામાં ઉત્પન્ન થયો. અહિં તેમનું વજકંધ નામ આપવામાં આવ્યું
સ્વયંપ્રભાદેવી પણ ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને પુંડરીકિની નગરીમાં વાસેન રાજાની પુત્રી “શ્રીમતી થઈ.
એક વખત “શ્રીમતી’ મહેલની છત ઉપર ઘૂમી રહેલ હતી. તે સમયે પાસેના એક ઉદ્યાનમાં મુનિને કેવળજ્ઞાન થયું. તેના મહત્સવ નિમિત્તે દેવ–ગણ આકાશમાર્ગથી જઈ રહેલ હતું. આકાશમાર્ગથી જતા દેવસમૂહને નિહાળીને શ્રીમતીને પૂર્વભવની સ્મૃતિ જાગૃત થઈ. તેણે તે
સ્મૃતિ એક ચિત્રપટ પર અંક્તિ કરી. પંડિત પરિચારિકા તે ચિત્રપટ લઈને રાજમાર્ગ ઉપર કે જ્યાં ચક્રવતી વાસેનની વર્ષગાંઠ મનાવવાના હેતુથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org