SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ તેરણથી પાછા ફરી ગયા ૨૫૧ ઉપર મને મન હસવા લાગ્યા. કુમારને મૌન દેખીને “નિષિદ્ધનુમતિમ અનુસાર બધી રાણીઓ આનંદથી નાચી ઊઠી અને સર્વત્ર સમાચાર પ્રસારિત કરી દેવામાં આવ્યા કે અરિષ્ટનેમિ વિવાહને માટે તૈયાર થઈ ગયા છે. ૨૦ શ્રીકૃષ્ણ મહારાજા ઉગ્રસેનની રૂપવતી કન્યા રાજમતીની યાચના કરી, રાજિમતી સર્વ લક્ષણેથી સંપન્ન, વિદ્યુત સમાન પ્રભાવાળી રાજકન્યા હતી. ૨ રાજિમતીના પિતા ઉગ્રસેને કૃષ્ણને કહ્યું: “કુમાર અહીં આવે તે હું તેમને મારી રાજકુંવરી આપું.” શ્રીકૃષ્ણ તેની સ્વીકૃતિ આપી દીધી. બન્ને બાજુ વિવાહની તૈયારીઓ થવા લાગી. મંગળગીતે ગવાવા લાગ્યાં. અરિષ્ટનેમિને સર્વ ઔષધિઓના જળથી સ્નાન કરાવવામાં આવ્યું. કૌતુક મંગળ કરવામાં આવ્યાં. દિવ્યવસૅ અને આભૂષણ પહેરાવવામાં આવ્યાં. વાસુદેવ શ્રીકૃષ્ણના મદોન્મત્ત ગંધ હસ્તી ઉપર તેઓ આરૂઢ થયા. તે સમયે તેઓ એવી રીતે સુશોભિત થઈ રહ્યા હતા કે જાણે મસ્તક ઉપર ચૂડામણિ હોય. રર શિર ઉપર છત્ર સુશોભિત થઈ રહેલ હતું. બન્ને બાજુ ચામર વિંઝાઈ રહ્યા હતા. દશાઈ ચક્રથી તેઓ ચારે બાજુ ઘેરાયેલા હતા. વાજિંથી આકાશ ગૂંજી રહેલ હતું. ચતુરંગિણી સેનાની સાથે તેમની જાન આગળને આગળ જઈ રહેલ હતી. બધાના હૃદય ખુશીથી ઊછળી રહ્યાં હતા. * તેરણથી પાછા ફરી ગયા તે યુગમાં માંસાહારનો ઘણું વધારે પ્રચાર હતો. રાજા ઉગ્રસેને જાનિયાઓનાં ભેજનને માટે સેંકડો પશુ અને પક્ષીઓ એકત્ર કર્યા હતાં. વરરાજા તરીકે જ્યારે અરિષ્ટનેમિ ત્યાં પહોંચ્યા ત્યારે તેમને એક વાડામાં બંધ કરેલાં પશુઓનાં કરુણ રુદન સાંભળવામાં આવ્યાં. તેમનું હૃદય દયાથી દ્રવિત થઈ ઊઠયું. ૧૩ " ભગવાને સારથિને પૂછયું : “હે મહાભાગ! તે બધા સુખાથી જીવોને પાંજરામાં શા માટે નાખવામાં આવેલાં છે?'' સારથિએ કહ્યું: “આ બધા ભદ્ર અને મૂક પ્રાણીઓ આપના વિવાહકાર્યમાં આવેલી વ્યક્તિઓના ભેજનને માટે છે. ર૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy