SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ કલ્પસૂત્ર કમઠ હતું. પિતાને સ્વર્ગવાસ થઈ જતાં કમઠ રાજપુરોહિત બન્યા. મભૂતિ પ્રકૃતિથી સરળ, વિનીત અને ધર્મનિષ્ઠ હતો. કમઠ કૂર, અભિમાની અને વ્યભિચારી હતો. મભૂતિની પત્ની વસુંધરાના રૂપ ઉપર તે મુગ્ધ થઈ ગયે. તેની અભ્યર્થનાથી વસુંધરા પણ પોતાના ધર્મથી ચુત થઈ ગઈ. કમઠની પત્નીથી તેને તે અસદ્-વ્યવહાર છાને રહી શકે નહિ, તેણે પતિને સમજાવ્યા પરંતુ તે માન્યા નહિ ત્યારે તેણે મરુભૂતિને કહ્યું. મરૂભૂતિ ઘરથી બહાર નીકળી ગયા અને થોડા દિવસ પછી રૂપ પરિવર્તન કરી ફરી ત્યાં આવ્યા. પત્ની અને ભાઈને અસત્ વ્યવહાર પિતાની આંખે જોઈ તેણે રાજાને નિવેદન કર્યું. રાજાએ કોધિત થઈને કમઠને દેશનિકાલ કરી દીધા. કમઠ તાપસ બનીને પતનપુરની પાસેના પર્વત ઉપર ઉગ્ર તપ કરવા લાગ્યા. તપને ચમત્કારી પ્રભાવ થે. જનજનની જીભ ઉપર કમઠનું નામ રમવા માંડયું. મભૂતિએ પણ તેની પ્રશંસા સાંભળી. પોતાનાં ત્ય ઉપર તેને પશ્ચાત્તાપ થવા લાગે. મોટાભાઈ પાસે ક્ષમાયાચના કરવા માટે તે ત્યાં પહોંચ્યા, ચરણોમાં મૂક્યા પરંતુ જૂર કમઠે નમન કરતા મભૂતિના માથા ઉપર મોટો એવો પત્થર માર્યો કે જેની ભયંકર વેદનાથી દુ:ખી થતા મરુભૂતિને ત્યાં જ અંત થઈ ગયો. (૨) ચૂથપતિ ગજ-આર્તધ્યાનવશ આયુષ્ય પૂર્ણ થવાથી મભૂતિને જીવ વિધ્યાચળની અટવિમાં હાથીઓને સ્વામી ગજરાજ થયો. કમઠની પત્ની વરણું ત્યાંથી કાળ કરીને યુથપતિ ગજરાજની પ્રિયા હસ્તિની થઈ આ બાજુ રાજાએ જ્યારે કમઠ દ્વારા મરભૂતિની હત્યાના સમાચાર સાંભળ્યા ત્યારે રાજાને પણ સંસારની સ્વાર્થપરાયણતા અને વિષયોધપણાથી વિરક્તિ થઈ. તેથી તેણે સંયમ ગ્રહણ કર્યો. ઉત્કૃષ્ટ સાધના કરતાં તેઓ એક દિવસ તે જ અટવીમાં ધ્યાનમુદ્રામાં ઊભા હતા ત્યારે મભૂતિને જીવ કે જે હાથી બનેલ હતું, તે ત્યાં આવી પહોંચ્યો. મુનિને ધ્યાનમુદ્રામાં જઈને તેને જાતિસ્મરણજ્ઞાન થયું. પૂર્વજન્મનું સ્મરણ કરીને ગજરાજે મુનિ પાસે શ્રાવકધર્મને સ્વીકાર કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy