________________
પાર્શ્વનાથ પરંપરાઓનું મિલન
૨૧૫ પથ પર ચાલવા અસમર્થ હતા તેમણે શ્રમણોપાસક અને શ્રમણે પાસિકાનાં બતે ગ્રહણ કર્યા. આ બધા સંધમાં સમ્મિલિત થયા. ( આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીરે વૈશાખ શુક્લા એકાદશી (વિશાખ સુદ અગિયારસે) મધ્યમ પાવાપુરીના મહાસેન નામના ઉદ્યાનમાં શ્રમણ-શ્રમણી, શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘ (તીર્થ)ની સંસ્થાપના કરી. તીર્થની સ્થાપના કરવાથી તીર્થકર નામની ભાવ રૂપે સાર્થક્તા થઈ૩૩૫
ભગવાને “દ વા વા વા પુરૂ વ ની ત્રિપદીના માધ્યમથી દ્વાદશાંગીના ગૂઢ જ્ઞાનની ચાવી ઇન્દ્રભૂતિ વગેરે ગણધરોને સંપી. ગણધરોએ તે ત્રિપદીના આધારે દ્વાદશાંગીની રચના કરી. સાત ગણધરની વાચના જુદી જુદી હતી. અકંપિત અને અલભ્રાતાની એક તથા મેતાર્ય અને પ્રભાસ ગણધરની એક સરખી હતી. તેથી અગિયાર ગણધર હોવા છતાં ગણુ નવ જ કહેવાયા. ૩૩૧
ભગવાને ત્યાંથી પાછા ફરી રાજગૃહ તરફ વિહાર કર્યો. - —* પાર્શ્વનાથે પરંપરાનું મિલન –
ભગવાનના પ્રભાવશાળી પ્રવચનેથી પ્રભાવિત થઈને ભગવાન પાર્શ્વનાથની પરંપરાના શ્રમણોપાસક અને શ્રમણ પણ ભગવાન મહાવીર તરફ આકર્ષિત થયા. ઉત્તરાધ્યયન સૂત્રમાં પાર્થાપત્ય કેશીકુમાર અને ગણધર ગૌતમને શ્રાવસ્તીમાં બેધપ્રદ અને ઐતિહાસિક સંવાદ અને પછી તેમનું પારસ્પરિક સમાધાન અને મિલન ખરેખર નિર્ગથ પરંપરામાં એક અજોડ અને નવો વળાંક હતો. કેશીકુમાર પાર્શ્વનાથના ચાતુર્યામ ધર્મના સ્થાને પંચમહાવ્રત રૂપ ધર્મને સ્વીકાર કરે છે. ૩૩૭
ગ્રામમાં ભગવાન પાર્શ્વનાથના અનુયાયી ગાંગેય અણગાર અને ભગવાન મહાવીરની વચ્ચે મહત્ત્વપૂર્ણ પ્રશ્નોત્તર થયા. ભગવાન મહાવીરને સર્વજ્ઞ સર્વદશી સમજી સંઘમાં સમ્મિલિત થયા. ૩૩૮ નિગ્રંથ ઉદકપેઢાલપુત્રને ગૌતમની સાથે સંવાદ થયો અને તે પણ મહાવીરના સંધમાં સમ્મિલિત થયા. ૩૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org