SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૯ ઈન્દ્રભૂતિ દે આવી રહ્યા છે પરંતુ જ્યારે તેમને સીધા જ આગળ નીકળી જતા જોયા અને પાસે રહેલા ભગવાન મહાવીરના સમવસરણમાં ઊતરતા જોયા ત્યારે નિરાશાની સાથે આશ્ચર્ય થયું. ઈંદ્રભૂતિને જાણ થઈ કે આજે અહીં સર્વજ્ઞ મહાવીર આવેલ છે ત્યારે તેને પોતાના પ્રકાંડ પાંડિત્ય ઉપર આંચ આવવા જેવું લાગ્યું, વિચાયું–જઈને જોઉં તે ખરો કે મહાવીર કેવાક જ્ઞાની છે. મારી સામે તે કેટલા વખત સુધી ટકી શકે છે! આજસુધી કઈ પણ વિદ્વાન મને પરાજિત કરી શકેલ નથી. ભારતવર્ષના એક છેડાથી બીજા છેડા સુધી મારી કીર્તિ-કૌમુદી ચમકી રહેલ છે. આજે મહાવીરની સાથે પણ શાસ્ત્રાર્થ કરીને તેને પરાજિત કરું. સર્વશાસ્ત્રપારંગત ઈંદ્રભૂતિ પિતાના પાંચસે શિષ્યોની સાથે શાસ્ત્રાર્થ માટે હાજર થયા, પ્રભુની તેદીસ મુખમુદ્રાએ પહેલી જ ક્ષણે ઇંદ્રભૂતિને પ્રભાવિત કરી દીધા. મહાવીરે જેવાં તેમને “ગૌતમ” કહીને સંબોધ્યા તેવા જ તે થંભી ગયા. વિચાર્યું, “મારી લોક-વ્યાપી ખ્યાતિના કારણે જ તેને મારા નામની ખબર છે. પરંતુ જ્યાં સુધી તેઓ મારા અંતરના સંશયોનું છેદન ન કરી આપે ત્યાં સુધી હું તેને સર્વજ્ઞ માની શકતો નથી.” ગૌતમના માનસમાં સંકલ્પની જાળ ચાલી રહેલ હતી ત્યાં જ મહાવીરે કહ્યું – “ગૌતમ! ચિરકાળથી આત્માના અસ્તિત્વ સંબંધમાં શું તમે શંકાશીલ છો?” ઈંદ્રભૂતિ પિતાના અંતરમાં રહેલો પ્રશ્ન સાંભળીને ચક્તિ અને પ્રમાદિત થયા. તેમણે કહ્યું – “હા, મને તે વિષયમાં શંકા છે કારણકે “વિજ્ઞાનઘન તેમ્યો મુખ્ય સમુદાય તે જોવાનુનિયતિ, શ્રેય સંજ્ઞાતિ'વગેરે શ્રુતિવાક્ય પણ પ્રસ્તુત કથનનું સમર્થન કરે છે, ભૂતસમુદાયથીજ ચેતનાની ઉત્પત્તિ થાય છે અને તેમાં તે ફરીને તિરહિત (લીન) થઈ જાય છે તેથી પરલોકનો અભાવ છે. ભૂતસમુદાયથી જ્યારે વિજ્ઞાનમય ચૈતન્યને પ્રાદુર્ભાવ થાય છે ત્યારે ભૂતસમુદાયે સિવાય પુરુષના અસ્તિત્વને કઈ રીતે સંભવ છે? મહાવીર– “ઈન્દ્રભૂતિ. તમને એ પણ ખબર છેને કે વેદથી પુરુષના અસ્તિત્વની પણ સિદ્ધિ થાય છે!” ઈન્દ્રભૂતિ “હા, “સ વે અમારમાં જ્ઞાનમય:" વગેરે શ્રુતિવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy