________________
૨૦૮
કલ્પસૂત્ર
લેવા માટે ભારતના જાણીતા માનીતા ઉચ્ચ કાટિના ક્રિયાકાંડી વિદ્વાના અને આચાર્યા આવેલા હતા, તેમાં ઈંદ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ એ ત્રણ વિદ્યાના ચૌદ વિદ્યાઓમાં પારંગત હતા. પ્રત્યેકની સાથે પાંચસે – પાંચસે શિષ્યા (છાત્ર) હતા, ત્રણેય ગૌતમગાત્રીય અને મગધ જનપદના ગેાવર ગ્રામના નિવાસી હતા અને એ ત્રણે ભાઈઓ હતા.
વ્યક્ત અને સુધર્મા નામના બે વિદ્વાના કાલ્લાગ – સન્નિવેશથી આવેલ હતા. વ્યક્ત ભારદ્વાજ ગોત્રીય હતા અને સુધર્મા અગ્નિ – વૈશ્યાયન ગેાત્રના. તેમની સાથે પણ પાંચસે—પાંચસે છાત્રા હતા.
તે યજ્ઞમાં મંડિત અને મૌર્ય પુત્ર આ બે વિદ્વાના મૌસન્નિવેશથી આવેલ હતા. મડિત વાસિષ્ઠ ગાત્રના અને મૌર્યપુત્ર કાશ્યપ ગોત્રના હતા. બન્નેની સાથે પણ ૩૫૦-૩૫૦ શિષ્યા હતા. આ બન્ને પણ ભાઈ હતા. અપિત, અચલભ્રાતા, મૈતાય અને પ્રભાસ નામના ચાર અન્ય વિદ્વાના પણ તે સભામાં હતા, જે અનુક્રમે મિથિલાના ગૌતમ ગોત્રીય, કોશલના હારિત ગોત્રીય, તુગિક (કૌશાંબી)ના કૌડિન્સ ગાત્રીય અને રાજગૃહના કોડિન્ય ગોત્રીય હપા, આ બધા વિદ્વાનાના મનમાં એક એક શંકા પણ છુપાયેલ હતી, ૩૨૪ તે અગિયાર વિદ્વાના બધા વિદ્વાનોમાં પ્રમુખ હતા. સર્વજ્ઞ, સર્વદર્શી ભગવાને જોયું કે મધ્યમ પાવાપુરીના પ્રસ્તુત પ્રસંગ અપૂર્વ લાભનું કારણ છે, ભારતના બુદ્ધિમાન – ટોચના –સર્વોપરિ વિદ્યાના પણ અજ્ઞાન અંધકારમાં ભટકી રહ્યા છે, તેમ જ બીજાને પણ અજ્ઞાનાંધકારમા ધકેલી રહ્યા છે તેથી જે તે બાધ પ્રાપ્ત કરશે તા હજારો પ્રાણીમાને સત્ય માર્ગે ચાલવા પ્રેરિત કરશે.
તે
ભગવાન મહાવીરજંભિય ગ્રામથી વિહાર કરીને મધ્યમ પાવાપુરીમાં પધાર્યા. દેવોએ સમવસરણની રચના કરી. વિશાળ માનવમેદની એકત્ર થઇ, સુરો અને અસુરો બધા ઉપદેશ સાંભળવા ઉપસ્થિત થયા, મહાવીરની મેધગંભીર ગર્જના સાંભળીને બધાંના મન મયૂર નાચી ઊઠયા, જનતાની જીભ ઉપર મહાવીરની સર્વજ્ઞતાની ચર્ચા થવા લાગી, આકાશમાથી આવતા દેવાને બેઇને પડિતાએ વિચાયુ... અમારા યજ્ઞથી આકર્ષાઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org