SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ કલપસૂત્ર અવસ્થામાં જઈને તેનું વૈર જાગૃત થઈ ગયું. તે પરિવ્રાજકનું રૂપ બનાવી મેધધારાની જેમ જટામાંથી ભીષણ જળ વરસાવવા લાગી, અને ભગવાનના કોમળ ખભા ઉપર ઊભી થઈને તેજ હવા કરવા લાગી, અને બરફ જેવું શીતળ પાણી અને ઠંડે પવન તલવારના પ્રહારથી પણ વધુ તીક્ષ્ણ માલૂમ પડતાં હતાં. તોપણ ભગવાન ધ્યાનથી વિચલિત ન થયા. તે વખતે સમભાવની ઉચ્ચ શ્રેણી પર ચડવાથી ભગવાનને વિશિષ્ટ અવધિજ્ઞાન (પરમ અવધિજ્ઞાન)ની ઉપલબ્ધિ થઈ. પરીષહ સહન કરવાનું અપાર સામર્થ્ય જોઈને કટપૂતના અવાક્ થઈ અને વિસ્મિત બની ગઈ. પ્રભુના ધેર્ય સમક્ષ તે પરાજિત થઈને પ્રભુના ચરણોમાં મૂકી ગઈ અને પિતાના અપરાધ માટે ક્ષમાયાચના કરવા લાગી. ૨૫ ગોશાલક પણ છ માસ સુધી પૃથક ભ્રમણ કરી અનેક કષ્ટો ભગવીને આખરે ફરીને ભગવાનની પાસે આવી ગયે. ભગવાન ત્યાંથી પરિભ્રમણ કરતાં ભદિયા નગરી પધાર્યા. ચાતુર્માસિક તપ. આસન અને ધ્યાનની સાધના કરતાં છઠ્ઠ વર્ષાવાસ ત્યાં પૂરું કર્યું. વર્ષાવાસ પૂર્ણ થયા બાદ નગરની બહાર પારણું કરી મગધ તરફ પ્રયાણ કર્યું. મગધનાં અનેક ગામોમાં ફરતા આલંબિયા પધાર્યા. ચાતુર્માસિક તપની સાથે ધ્યાન કરતાં સાતમું ચાતુર્માસ ત્યાં પૂર્ણ કર્યું. ૨૬ ચાતુર્માસિક તપનું નગરની બહાર પારણું કરીને કુંડાગ-સન્નિવેશ અને ત્યાંથી પાછા મદન-સન્નિવેશ પધાર્યા. બન્ને સ્થળોમાં અનુક્રમે વાસુદેવ અને બળદેવના મંદિરમાં સ્થિર થઈને ધ્યાન કર્યું. ત્યાંથી લોહાર્ગલા પધાર્યા. તે વખતે લોહાર્ગલાના પાડોશી રાજ્યોની સાથે કંઈક સંઘર્ષ ચાલી રહેલ હતું. તેથી ત્યાંના બધા અધિકારીગણ આવતા જતા મુસાફરોથી પૂર્ણ જાગૃત રહેતા હતા. પરિચય વિના રાજધાનીમાં કેઈને પણ પ્રવેશ નિષિદ્ધ હતો. ભગવાનને પણ પરિચય પૂછવામાં આવ્યો પણ તેઓ તે મોન હતા. પરિચય ન મળતાં અધિકારીઓ તેમને પકડીને રાજસભામાં લઈ ગયા. ત્યાં અસ્થિક ગામથી ઉત્પલ નિમિત્તિઓ આવેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy