SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ કપસૂત્ર કારણે તારે સર્પ બનવું પડ્યું છે, જે હજી પણ તું સંભાળીશ નહિ તે ભવિષ્ય તિમિરથી છવાઈ જશે. ૨૪૦ તે ભગવાનનાં અમૃત જેવાં વચનેએ નાગરાજના માનસમાં વિચારજ્યોતિ પ્રજ્જવલિત કરી દીધી, ચિંતન કરતાં કરતાં પૂર્વ જન્મનું ચલચિત્ર નેત્રની સામે નાચવા લાગ્યું. ૨૪ “હું પૂર્વ જન્મમાં શ્રમણ હતો. અસાવધાનીથી ભિક્ષા લેવા જતી વખતે પગની નીચે દેડકી આવી ગઈ. શિષ્ય દ્વારા પ્રેરણા મળવા છતાં પણ મેં આલોચના ન કરી અને અહંકારવશ શિષ્યને મારવા દોડ્યો. અંધકારમાં થાંભલા સાથે માથું અફળાયું. આયુષ્ય પૂર્ણ કરીને જતિષ્ક દેવ બનેઅને ત્યાંથી પ્રસ્તુત આશ્રમમાં કૌશિક તાપસ બને. મારી ક્રૂર પ્રકૃતિથી બધા કંપે છે. એક વખત શ્વેતાંગિનીના રાજકુમારોએ આશ્રમનાં ફળફૂલ તેડ્યાં. હું તીક્ષ્ણ કુહાડીથી તેને મારવા દોડ્યો પણ પગ લચકી ગયો અને તે જ કુહાડીથી હું જાતે કપાઈ ગયો, ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને સર્પ બને.” આવી જાતનાં પૂર્વ પાપોની સ્મૃતિથી હૃદય વિકળ તેમ જ વિહળ થઈ ઊઠયું. આત્મભાન થતાંજ તે પોતે કરેલી ભૂલને પશ્ચાત્તાપ કરવા લાગ્યો. ભગવાનના ચરણારવિન્દમાં નમી પડશે. તેનાં હૃદયનાં પડ પીગળી ગયા. ભગવાનના પાવન પ્રવચનથી તે પવિત્ર બની ગયો. તેણે દઢ પ્રતિજ્ઞા ગ્રહણ કરી કે આજથી હું કોઈને સતાવીશ નહિ. તેણે આજીવન અનશન કરી લીધું. ૨૪૨ ભગવાનને ત્યાં ઊભા રહેલા જોઈને લોકો આવવા લાગ્યા. નાગરાજમાં આવું અદ્ભુત પરિવર્તન જોઈને જનતા ચક્તિ થઈ ગઈ. જેને મારવા માટે એક દિવસ જનતા ઉન્મત્ત હતી આજ તેની અર્ચના કરીને તે આનંદમગ્ન થઈ રહી હતી. ત્યાંથી ભગવાન ઉત્તર વાચાળા પધાર્યા. નાગસેનને ત્યાં પંદર દિવસના ઉપવાસનું પારણું કરી શ્વેતાંબીકા પધાર્યા. સમ્રાટ પરદેશીએ ભાવભીનું સ્વાગત કર્યું. ત્યાંથી સુરભિપુર પધારી રહેલ હતા ત્યાં માર્ગમાં સમ્રાટ પ્રદેશી પાસે જતા પાંચ નૈયિક રાજાઓએ ભગવાનની વંદના કરી, ૨૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy