SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ નાવ કિનારે લાગી ગઈ * નાવ કિનારે લાગી ગઈ - સુરભિપુર પધારતી વખતે ગંગાને પાર કરવાના હેતુથી ભગવાન સિદ્ધદત્તની નૌકામાં આરૂઢ થયા, નૌકા જેવી વહેતી થઈ તેટલામાં જ જમણી ખાજુથી ઘુવડના, કાનને કડવા લાગે તેવા શબ્દો સાંભળીને ખેમિલ નિમિત્તિઆએ યાત્રિઓને કહ્યું ‘મારુ વિશ્ર્વ આવશે પણ આ મહાપુરુષના પ્રબળ પુણ્યથી આપણે બચી જઈશું. ૪ આગળ વધતાં જ આંધી અને તેાફાનથી નૌકા વમળ (ભમ્મર ) માં ફસાઇ ગઇ. કહેવાય છે કે ત્રિપૃષ્ટ વાસુદેવના ભવમાં જે સિંહને માર્યા હતા તે સુષ્ટ નામના દેવ થયા અને પૂ વેરના કારણે ગંગામાં તાફાન શરૂ કરી દીધું, બીજા યાત્રીઓ ભયથી ક*પી ઊઠયા પરંતુ મહાવીર નિષ્કપ હતા. અંતમાં મહાવીરના પ્રભાવપૂર્ણ વ્યક્તિત્વથી નૌકા કિનારે લાગી ગઈ. * ધર્મચક્રવતી ઃ ૧૭૭ ભગવાન નાવમાંથી ઊતરીને ગંગાના કિનારે રહેલા ઘૃણાક સન્નિવેશની બહાર ધ્યાનસ્થ મુદ્રામાં ઊભા રહી ગયા. ભગવાનનાં ચરણચિના જોઈને પુષ્ય નામના એક નિમિત્તિયાના માનસમાં વિચાર ઊઠયા કે આ ચરણ-ચિહ્ના તા અવશ્ય કોઇ ચક્રવર્તી સમ્રાટનાં છે કે જે અત્યારે કોઈ સંકટમાં ઘેરાઈ ને એકલા ફરી રહેલ છે. હું જઇને તેની સેવા કરું. ચક્રવતી જ્યારે સમ્રાટ બનશે ત્યારે તે પ્રસન્ન થઇને મને ન્યાલ કરી દેશે. ૪૫ તે ચરણ-ચિહ્નાને શ્વેતાં ભગવાનની પાસે પહોંચ્યા પર ંતુ ભિક્ષુકના વેષમાં ભગવાનને જોઇને તેના આશ્ચર્યના પાર રહ્યો નહિ, તેણે વિચાર કર્યો કે ચક્રવતી સમ્રાટનાં સંપૂર્ણ લક્ષણ શરીર ઉપર વિદ્યમાન હોવા છતાં પણ આ ભિક્ષુક શા માટે હશે! તેને જ્યાતિષશાસ્ત્રનું કથન મિથ્યા માલૂમ પડયું, તે જ્યાતિષશાસ્ત્રના ગ્રંથાને ગંગામાં ડુબાડવા તૈયારી કરી રહ્યો હતા ત્યાં જ દેવેન્દ્ર પ્રકટ થઈને કહ્યું: પુષ્ય! આ કોઈ સાધારણુ ભિક્ષુક નથી! ધર્મચક્રવર્તી છે. ચક્રવર્તી સમ્રાટથી પણ ચઢિયાતા છે. દેવા અને ઈન્દ્રો દ્વારા પણ વંદનીય અને અનીય છે, ૨૪૬ પુષ્ય ભગવાનને વંદન કરીને ચાલી નીકળ્યેા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy