SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ કલ્પસૂત્ર તે ચીવર મહાવીરના ખભા ઉપરથી નીચે સરી પડ્યું. ૩ બ્રાહ્મણે લઈને તે રફગરને આપ્યું. તેણે તેને ઠીક કરી આપ્યું અને એક લાખ દીનારમાં નંદીવર્ધનને વેચી દીધું. ૪ બ્રાહ્મણ જીવનભરને માટે સુખી બની ગયો. – * ક્ષમામૂર્તિ મહાવીર ક્ષમામૂર્તિ મહાવીર, તે દિવસે એક મુહૂર્ત દિવસ બાકી રહેતાં કુર્માર ગ્રામમાં ૨૫ કે જેનું વર્તમાન નામ “કામન છપરા છે, ત્યાં પધાર્યા. ગામની બહાર વૃક્ષની નીચે નાસિકાના અગ્રભાગ ઉપર દૃષ્ટિ કેન્દ્રિત કરીને સ્થાણું (ટૂંઠા)ની માફક ધ્યાનમાં સ્થિર થઈ ગયા. તે વખતે એક ગોવાળ ત્યાં આવ્યું. તે ભગવાનની પાસે બળદોને છોડીને ગાયોને દેહવા ગામમાં ચાલ્યો ગયે. ભૂખ અને તરસથી પીડાતા તે બળદ ચરતા ચરતા જંગલમાં ઘણી દૂર નીકળી ગયા. કેટલાક વખત પછી તે ગોવાળ પાછો ફર્યો. પરંતુ બળદોને ત્યાં જોયાં નહિ ત્યારે તેણે મહાવીરને પૂછયું – બતાવે મારા બળદ કયાં ગયા? મહાવીર ધ્યાનસ્થ હતા. કાંઈ જવાબ નહિ મળતાં તે આગળ વધ્યા અને રાતભર બળદની જંગલમાં શોધખોળ કરતે રહ્યો. સવારે નિરાશ થઈ પાછો ફર્યો અને આ બાજુ તે બળદ પણ જંગલમાં ચરતા ફરતા મહાવીરની પાસે આવીને બેસી ગયા. ગોવાળે મહાવીરની પાસે બળદને બેઠેલા જોયા કે તે ગુસ્સે થઈ ગયો. આખી રાત ભટકવાથી તે થાકી તે ગયો જ હતો એટલે મહાવીરને ચેર સમજીને મનને બધો ક્રોધ અને ગુસ્સે તેના ઉપર ઉતારવા માટે બળદોને બાંધવાના દોરડાથી મારવા દોડયો. તે સમયે સભામાં બેઠેલા દેવરાજ ઇન્દ્ર વિચાર કર્યો કે જોઉં તે ખરે કે આ વખતે ભગવાન મહાવીર શું કરી રહ્યા છે! અવધિજ્ઞાનથી ગોવાળને આ રીતે મારવા તૈયાર થએલા જોઇને ઇન્ડે તેને ત્યાં જ ઑભિત કરી દીધો અને સાક્ષાત પ્રગટ થઈને કહ્યું “અરે દુષ્ટ! શું કરી રહેલ છે! તને ખબર નથી કે આ સિદ્ધાર્થ રાજાને નંદન (પુત્ર) વર્ધમાન છે!” ગેવાળ હાંફળો-ફાંફળા થઈ ગયો, પછી ક્ષમા માગી અને પછી ભગવાન તથા ઈન્દ્રને વંદન કરીને ચાલ્યા ગયે.ર૭૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy