SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૭ દરિદ્ર બ્રાહ્મણને ઉદ્ધાર – * દરિદ્ર બ્રાહ્મણને ઉદ્ધાર સમભાવમાં તલ્લીન બનીને મહાવીર અકિંચન ભિક્ષુ બનીને આગળ વધી રહ્યા હતા. તેમને માર્ગમાં સિદ્ધાર્થના પરિચિત મિત્ર સેમ નામના વૃદ્ધ બ્રાહ્મણ મળ્યા, ૧૯૭ મહાવીરને નમ્ર નિવેદન કરી કહેવા લાગ્યાભગવાન! હું દીન અને દરિદ્ર છું, ખાવા માટે અન્ન નથી, પહેરવા માટે પૂરાં વસ્ત્ર નથી કે રહેવા માટે સારું ઝૂંપડુંયે નથી. ભગવાન! જે સમયે આપે સાંવત્સરિક દાન કર્યું હતું તે વખતે હું ભૂખથી ટળવળતા પરિવારને છોડીને ધનની આશાથી દૂરના પ્રદેશમાં ભીખ માગવા ગયા હતો.પ૯૮ મને અભાગિયાને એ ખબર ન પડી કે આપ ધનને વરસાદ કરી રહ્યા છે, હું હતાશ અને નિરાશ થઈને ખાલી હાથે ઘેર પાછો ફર્યો. પત્નીએ ભાગ્યની મજાક કરતાં કહ્યું- પતિદેવ! અહીં સેનાને મેહ ઊડી ઊડીને વરસી રહ્યો હતો તે વખતે આપ ક્યાં ભટકી રહ્યા હતા? હજી પણ જલદી જાવ અને મહાવીર પાસે યાચના કરો. તે દીનબંધુ આપને ન્યાલ કરી દેશે. ૯ ભગવન્! કૃપા કરે, આ દીન બ્રાહ્મણ આપની સામે ભીખ માગી રહેલ છે. મહાવીરે કહ્યું- ભદ્ર, અત્યારે હું એક અકિંચન ભિક્ષુ છું.૦૦ બ્રાહ્મણ - ભગવન્! શું કલ્પવૃક્ષની પાસે આવવા છતાં પણ મારી મનવાંછિત કામના પૂરી નહિ થાય? આટલું કહેતાં કહેતાં તો તેનું ગળું રૂંધાઈ ગયું. આંખે આંસુથી છલકાઈ ગઈ અને તે મહાવીરના ચરણરવિંદોમાં આળોટવા લાગ્યો. બ્રાહ્મણની દયાજનક દશા જોઈને મહાવીરનું દયાળુ હૃદય દ્રવી ઊયું. તેમણે તેજ ક્ષણે ઇન્દ્ર આપેલ દેવદૂષ્ય ચીવરને અર્ધભાગ તેને આપી દીધો.૧ બ્રાહ્મણ પોતાના ભાગ્યની પ્રશંસા કરતાં ચાલ્યો ગયો. બ્રાહ્મણી તે (કપડાં)ને જોઈ ઘણી સંતુષ્ટ થઈ. તેના છેડા બરાબર કરવા માટે તેણે રફુગરને તે કપડું (ચીવર) આપ્યું. ૨૨ રગર તે અમૂલ્ય કપડાંની ચમકદમક જોઈને ફેંકી ઊઠયે. બ્રાહ્મણે તેને આશ્ચર્યનું સમાધાન કરતાં બધી હકીક્ત સંભળાવી દીધી. રફુગરની પ્રેરણાથી પ્રેરિત થઈને તે ફરીથી અરધું ચીવર લેવા ગયો. એક વરસને એક માસ સુધી રહ્યા પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy