SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ કલ્પસૂત્ર મસ્તક ઉપર અંજલિ કરીને સિદ્ધાર્થ રાજાને તેમને તે આદેશ ફરી અર્પિત કરે છે અર્થાત “આપે જે આદેશ આપ્યો હતો તે અનુસાર બધાં કાર્ય અમે કરી આવ્યા છીએ” એમ જાહેર કરી દે છે, મૂ8: तए णं से सिद्धत्थे राया जेणेव अट्टणसाला तेणेव उवागच्छइ, तेणेव उवागच्छित्ता जाव सव्वोरोहेणं सव्वपुप्फगंधवत्थमल्लालंकारविभूसाए सव्वतुडियसदनिनाएण महया इड्ढीए महया जुतीए महया बलेणं महया वाहणणं महया समुदएणं महया वरतुडियजमगसमगप्पवाइएणं संखपणवपडहभेरिझल्लरिखरमुहिहुडुक्कमुरवमुइंगदुंदुहिनिग्घोसणादितरवेणं उस्सुकं उक्करं उक्किट्ठे अदेज्ज अमेज्जं अभडप्पवेसं अडंडकोडंडिमं अधरिमं गणियावरनाडइज्जकलियं अणेगतालायराणुचरियं अणुध्दुयमुइंगं अमिलायमल्लदामं पमुइयपक्कीलियसपुरजणजाणवयं दस दिवसटिइपडियं करेइ ॥९९॥ અર્થ: તે પછી સિદ્ધાર્થ રાજા જ્યાં અખાડો અર્થાત વ્યાયામશાળા છે ત્યાં આવે છે, પોતાના અંતઃપુરની સાથે બધી જાતનાં પુષ્પ, ગંધ વસ્ત્ર, માળાઓ વગેરે અલંકારોથી અલંકૃત થઈને, બધી જાતનાં વાઘને વગડાવતાં, મોટા વૈભવની સાથે, મોટી યુતિની સાથે, મોટા લશ્કરની સાથે, ઘણું વાહનોની સાથે, બૃહદ્ સમુદાયની સાથે અને એક સાથે વાગતાં અનેક વાદ્યોના ધ્વનિની સાથે એટલે કે શંખ, પણવ, ભેરી, ઝાલર, ખરમુખી, હુક, ઢેલ, મૃદંગ અને દુંદુભિ વગેરે વાદ્યોના ધ્વનિની સાથે દસ દિવસ સુધી તેમની કુળમર્યાદા અનુસાર ઉત્સવ કરે છે. આ ઉત્સવના સમયે નગરમાંથી જકાત તથા કર લેવાનું બંધ કરી દેવામાં આવ્યું. જેમને જે કોઈ વસ્તુની જરૂર હોય તે મૂલ્ય આપ્યા વિના દુકાનમાંથી પ્રાપ્ત કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy