SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ હિન્દી આવૃત્તિને પ્રકાશકીય – પ્રકાશ પ્રબુદ્ધ પાઠકોના હસ્તકમળમાં સદા-અભિલપિત-સદા પ્રતીક્ષિત શ્રી કલ્પસૂત્રને સર્વાગ સુંદર અને મહત્વપૂર્ણ શ્રદ્ધાનિધ્ધ ઉપહાર અર્પણ કરતાં અમે ગૌરવને અનુભવ કરીએ છીએ. અમારી રીતે આ એક અનુપમ અદ્ ભુત અને અભૂતપૂર્વ ગ્રંથ છે કે જે હિન્દી સાહિત્યને નવી બક્ષિસ છે. અહીંયા તે ઉલ્લેખ કરે અનુચિત અને અપ્રાસંગિક નહિ થશે કે હિંદીમાં જ નહિ, પણ કોઈ પણ ભાષામાં કલ્પસૂત્ર ઉપર આ જાતના સેંકડો ગ્રંથોના વિમળ પ્રકાશમાં લખવામાં આવેલું સસંદર્ભ પ્રામાણિક વિવેચન આજ સુધી પ્રકાશિત થયેલ નથી. પ્રસ્તુત ગ્રંથમાં વિદ્રાન અને વિચારક લેખક શ્રી દેવેન્દ્રમુનિજી, શાસ્ત્રી, સાહિત્યરત્ન-કલ્પસૂત્ર-ના સંબંમાં બહુ પ્રચલિત ભ્રાંતિઓ અને અજ્ઞાન મૂલક ધારણાઓનું માત્ર પરિષ્કાર તથા પરિમાજૈન જ કરેલ નહીં પરંતુ તે સત્ય-તથ્ય પ્રગટ કરેલ છે કે જે આગમ સંમત છે. ઈતિહાસ સિદ્ધ છે અને પ્રામાણિક ગ્રંથોથી પ્રમાણિત છે. તે કારણે ગ્રંથરત્ન નવી પેઢીના નવા વિચારશીલ યુવકોને માટે તથા શ્રદ્ધાશીલ વૃદ્ધોને માટે અને ભાવનાશીલ મહિલાઓને માટે પાઠ કરવા યંગ્ય અને મનનીય છે. પ્રસ્તુત ગ્રંથના સંપાદક કામણ સંઘીય ગંભીર તત્વચિંતક પ્રસિદ્ધ વકતા, પંડિત પરમશ્રદ્ધય શ્રી પુષ્કર મુનિજી મહારાજના સુયોગ્ય શિષ્ય શ્રી દેવેન્દ્ર મુનિજી છે. તે કુશળ લેખક, સુયોગ્ય સંપાદક અને મધુર પ્રવકતા છે. તેમના દ્વારા લખાયેલ ક્ષભદેવ: એક પરિશીલન, ધર્મ અને દર્શન, સંસ્કૃતિ કે અંચલમેં, ચિંતનકી ચાંદની, સાહિત્ય અને સંસ્કૃતિ, પ્રભૂતિ ગ્રંથ અતિ અધિક લોકપ્રિય થયા છે. મુનિશ્રી દ્વારા સંપાદિત બે ડઝનથી પણ અધિક ગ્રંથ હિંદી, ગુજરાતી અને રાજસ્થાની ભાષામાં પ્રકાશિત થઈ ચૂક્યા છે. અન્ય આવશ્યક લેખન કાર્યમાં અત્યંત ડૂબેલા હોવા છતાં પણ અમારા પ્રેમભર્યા આગ્રહને માન આપીને કલ્પસૂત્રનું અત્યંત શમની સાથે અમારી ભાવનાને અનુરૂપ સંપાદન કર્યું તેથી અમે ગ્રંથના દિશા નિર્દેશક શ્રી પુષ્કરમુનિજી મહારાજના અને સંપાદક દેવેન્દ્ર મુનિજીના અત્યંત અભારી છીએ. ગ્રંથને મુદ્રણકળાની દષ્ટિથી અધિકાધિક શુદ્ધ અને સુંદર બનાવવામાં તથા પ્રફ સંશોધનમાં શ્રી ચન્દ્રજી ‘સુરાણા સરસ” ને મધુર સહગ સંપ્રાપ્ત થયો છે તથા સંપાદન વગેરેને માટે ગ્રંથપલબ્ધિમાં શ્રી અમર જૈન જ્ઞાન ભંડાર ખાંડપ, શ્રી જિનદત્ત સૂરિ જ્ઞાન-મંદિર ગઢ સિવાના, શ્રી તારક ગુરુ ગ્રંથાલય, પદરાડાને રહપૂર્ણ સહકાર પ્રાપ્ત થયેલ છે. જે સદા રમણીય રહેશે. સાથમાં જ અર્થ સહયોગીના ઉદાર સહયોગને વિસ્મરણ કરી શકતા નથી કે તેમના ઉદ્દાત્ત સહયોગના કારણે જ અમે પ્રસ્તુત ગ્રંથને આ રૂપમાં પ્રકાશિત કરી શકયા છીએ. મુલતાનમલ રાંકા મંત્રી શ્રી અમર જૈન આગમ શોધ સંસ્થાન ૧૫ ઓગસ્ટ ૧૯૮૬ ગઢ સિવાના, જિ. બાડમેર (રાજસ્થાન) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy