________________
પૂરોવચન:
૧૯
આગમિક દષ્ટિથી માનનીય વિવેચન લખીને સ્પષ્ટીકરણ કરી રાખેલ છે તેથી મિથ્યા આલોચના અને પ્રતિ - આલોચનાના ચક્કરમાં ન પડતાં આગમનના મર્મને સમજે.
બીજી અંડવૃત્તિના પ્રફ સંશોધન કાર્ય મહાન સાહિત્યકાર પંડિત શ્રી શોભાચંદ્રજી ભારિલે વહન કરેલ છે તે માટે અમે તેમનાં હૃદયથી આભારી છીએ.
શ્રદ્ધેય રાજસ્થાન કેસરી પ્રસિદ્ધ વકતા શ્રી પુષ્કર મુનિજી મહારાજનું પ્રસ્તુત ચાતુર્માસ જ્ઞાનદર્શન, ચરિત્ર અને તપની દષ્ટિથી અપૂર્વ રહેલ છે. કલ્પસૂત્રના પ્રકાશનથી સંઘના ગૌરવમાં પણ ચાર ચાંદ લાગ્યા છે. અમારી નમ્ર પ્રાર્થનાને સન્માન દઈને બીજી વારનાં પ્રકાશનને માટે દેવેન્દ્ર મુનિજી શાસ્ત્રીએ અનુમતિ પ્રદાન કરી તે માટે અમે મહારાજશ્રીને હૃદયથી આભાર માનીએ છીએ.
રવિચંદ સુખલાલ શાહ, રમણીકલાલ કસ્તુરચંદ કોઠારી, દલીચંદ અમૃતલાલ દેસાઈ, નગીનદાસ કલ્યાણજી શાહ,
વાડીલાલ જેઠાલાલ શાહ
મંત્રીઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org