________________
ગર્ભ પરિપાલન
૧૪૧
ફાલ્ગુણી નક્ષત્રના યોગમાં આરોગ્યસ`પન્ન ત્રિશલા ક્ષત્રિયાણીએ નીરોગી અને સ્વસ્થ એવા પુત્રને જન્મ આપ્યા,
વિવેચન આચાર્યએ બધા તીર્થંકરોના ગર્ભકાળના ઉલ્લેખ કરીને એમ બતાવ્યું છે કે ક્યા તીર્થંકર કેટલા કાળ સુધી માતાના ગર્ભમાં રહ્યા. ભગવાન ઋષભદેવ નવ માસ અને ચાર દિવસ ગર્ભમાં રહ્યા. શ્રી અજિતનાથ આઠ માસ અને પચ્ચીસ દિવસ, શ્રી સંભવનાથ નવ માસ અને છ દિવસ, શ્રી અભિનંદન આઠ માસ અને અઠાવીસ દિવસ, શ્રી સુમતિનાથ નવ માસ અને છ દિવસ, શ્રી પદ્મપ્રભ નવ માસ અને છ દિવસ, શ્રી સુપાર્શ્વનાથ નવ માસ અને ઓગણીસ દિવસ, શ્રી ચંદ્રપ્રભ નવ માસ અને સાત દિવસ, શ્રી સુવિધિનાથ આઠ માસ અને છવીસ દિવસ, શ્રી શીતળનાથ નવ માસ અને છ દિવસ, શ્રી શ્રેયાંસનાથ નવ માસ અને છ દિવસ, શ્રી વાસુપૂજ્ય આઠ માસ અને વીસ દિવસ, શ્રી વિમળનાથ આઠ માસ અને એકવીસ દિવસ, શ્રી અનંતનાથ નવ માસ અને છ દિવસ, શ્રી ધર્મનાથ આઠ માસ અને છવ્વીસ દિવસ, શ્રી શાંતિનાથ નવ માસ અને છ દિવસ, શ્રી કુંથુનાથ નવ માસ અને પાંચ દિવસ, શ્રી અરનાથ નવ માસ અને આઠ દિવસ, શ્રી મન્નિનાથ નવ માસ અને સાત દિવસ, શ્રી મુનિસુવ્રતસ્વામી નવ માસ અને આઠ દિવસ, શ્રી નમિનાથ નવ માસ અને આઠ દિવસ, શ્રી નેમિનાથ નવ માસ અને આઠ દિવસ, શ્રી પાર્શ્વનાથ નવ માસ અને છ દિવસ, શ્રી મહાવીર સ્વામી નવ માસ અને સાત દિવસ ગર્ભામાં રહ્યા. ૧૬૮
પ્રાચીન જ્યાતિષ સંબધી માન્યતાનુસાર જેના જન્મ સમયે ત્રણ ગ્રહ ઊંચા હોય છે તે રાજા થાય છે, પાંચ ગ્રહ ઊંચા હેાય તે અ ચક્રવતી થાય છે, છગ્રહ ઊંચ સ્થાને હાય તે ચક્રવતી બને છે અને સાત ગ્રહ ઊંચા હોય તે તીર્થંકર બને છે,
ભગવાન મહાવીરના જન્મ થવાથી કેવળ ક્ષત્રિયકુંડ પુર જ નહિ પણ ક્ષણભરને માટે સમસ્ત સંસાર લોકોત્તર પ્રકાશથી પ્રકાશિત થઈ ગયા. રાજા સિદ્ધાર્થે જ નહિ–સંસારભરનાં પ્રાણિગણાએ અનિચિનીય આનંદના અનુભવ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org