________________
૧૪૨
કલ્પસૂત્ર તીર્થકરને પૃથ્વી ઉપર જન્મ ધારણ કરવો અધ્યાત્મ, ધર્મ અને જ્ઞાનના મહાપ્રકાશનું સાક્ષાત રૂપમાં અવતરણ છે. તેમના ઉપદેશ અને જ્ઞાનથી માત્ર મનુષ્ય લોક જ નહિ પરંતુ ત્રણેય લોક પ્રકાશમાન થઈ જાય છે તે દૃષ્ટિથી તીર્થકરના જન્મ સમયમાં દીક્ષા અને કેવળજ્ઞાનની પ્રાપ્તિના સમયમાં ત્રણેય લોકમાં અપૂર્વ ઉોત થયાની વાત આગમમાં આવેલ છે. ૧૯
–* જન્મ મહત્સવ -
મૂત્ર –
जं रयणिं च णं समणे भगवं महावीरे जाए सा णं रयणी बहुहिं देवेहि य देवीहि य उवयंतेहि य उप्पयंतेहि य उप्पिजलमाणभूया कहकहभूया यावि होत्था ॥ ९४॥
અર્થ : જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીરે જન્મ ગ્રહણ કર્યો તે રાતે ઘણાં દેવ-દેવીઓનું ઉપર-નીચે આવાગમન થવાથી લોકમાં એક જાતની હલચલ મચી ગઈ અને સર્વત્ર કલ-કલનાર વ્યાપી ગયો.
વિવેચનઃ ભગવાનને જન્મ મહોત્સવ ઉજવવા માટે છપ્પન દિફ કુમારિકાઓ (દિશાની કુમારિકાઓ) આવી. તેમના નામ આ પ્રમાણે છે:
(૧) ભેગંકર (૨) ભગવતી (૩) સુભગા (૪) ભાગમાલિની (૫) સુવત્સા (૬) વત્સમિત્રા (૭) પુષ્પમાળા (૮) અનિંદિતા. આ આઠે દિક કમારીઓ અધેલોકમાં રહે છે, તેઓએ આવીને નમસ્કાર કરીને ઈશાન દિશામાં સૂતિકા ગૃહ નિર્માણ કર્યું (૯) મેઘંકરા (૧૦) મેઘવતી (૧૧) સુમેઘા (૧૨) મેઘમાલિની (૧૩) તોયધારા (૧૪) વિચિત્રા (૧૫) વારિણા (૧૬) બલાકા આ આઠ દિકુમારીઓ ઉર્ધ્વલોકમાં રહે છે. તેઓએ આવીને નમસ્કાર કર્યા, સુગંધિત જળ અને પુષ્પોની વૃષ્ટિ કરી. (૧૭) નંદા (૧૮) ઉત્તરાનંદા (૧૯) આનંદા (૨૦) નંદિવર્ધન (૨૧) વિજ્યા (૨૨) વૈજયન્તી (૨૩) જયંતી (૨૪) અપરાજિતા-આ આઠ દિકકુમારીઓ પૂર્વ દિશાના રૂચક પર્વતમાં રહે છે ત્યાંથી તે આવે છે અને મુખ દેખાડવાના હેતુથી દર્પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org