________________
૧૨૦
કલ્પસૂત્ર રાજા બને છે. જે સ્વપ્નમાં હસ્તી, વાહન, આસન, ઘર કે વસ્ત્રનું અપહરણ થતું જુએ છે તેના ઉપર રાજાની શંકા થાય છે, બંધુઓથી વિરોધ અને ધનની હાનિ થાય છે.
જે સ્વપ્નમાં સૂર્ય, ચંદ્રને ગળી જાય છે તે દરિદ્ર હોવા છતાં પણુ રાજા બને છે. જે સ્વપ્નમાં શસ્ત્ર, મણિ, મોતી, સેનું, રૂપું વગેરેનું અપહરણ થતું જુએ છે તેમને ધનની હાનિ થાય છે, અપમાન થાય છે અને તે મૃત્યુને પ્રાપ્ત કરે છે. જે માનવ સ્વપ્નમાં ગજરૂઢ થાય છે, સરિતાના સુંદર તટ ઉપર ચેખાનું ભજન કરે છે તે ધર્મનિષ્ઠ અને ધનવાન હોય છે. જે સ્વપ્નમાં જમણી ભુજાને સફેદ સર્પથી ડંસ થત જુએ છે તેને પાંચજ રાતમાં એક હજાર સોનાની મુદ્રાઓ પ્રાપ્ત થાય છે. જે સ્વપ્નમાં કોઈ માનવના મસ્તકનું ભક્ષણ કરતાં જુએ છે તેને રાજ્ય પ્રાપ્ત થાય છે. જે પગનું ભક્ષણ કરતાં જુએ છે તેને હજાર મુદ્રાઓ પ્રાપ્ત થાય છે અને જે ભુજાનું ભક્ષણ કરતે જુએ છે તેને પાંચ મુદ્રાઓ પ્રાપ્ત થાય છે.
જે સ્વપ્નમાં સરોવર, સમુદ્ર, જળથી પૂરેપૂરી ભરેલી સરિતા અને મત્ર-મરણ જુએ છે તે આકસ્મિક રીતે ઘણું દ્રવ્ય પ્રાપ્ત કરે છે.
જે સ્વપ્નમાં હસે છે તેને શેકથી આકુળ બનીને રડવું પડે છે, જે સ્વપ્નમાં નૃત્ય કરે તે વધ અથવા બંધનને પ્રાપ્ત કરે છે.
સ્વપ્નમાં ગાય, તરંગ, રાજા અને હાથી સિવાય કઈ કાળી વસ્તુને જેવી તે અશુભ છે, કપાસ અને મીઠા સિવાય અન્ય સફેદ વસ્તુને જેવી તે શુભ છે.
જે માનવ સ્વપ્નમાં પિતા સંબંધી કોઈ વસ્તુ જુએ છે તેનું શુભાશુભ ફળ તેને જ મળે છે. જે બીજાઓને માટે જુએ છે તે તેમને મળે છે,
જે સ્વપ્નમાં ઘી, મધ અને દૂધના કુંભને શિર ઉપર લે છે તે તેજ ભવમાં મોક્ષ પ્રાપ્ત કરે છે, જે સ્વપ્નમાં સ્વર્ણ રાશિ, રત્નરાશિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org