SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ કલ્પસૂત્ર પુષ્કર મુનિશ્રીના માર્ગદર્શનની નીચે તૈયાર કરવા માટે પંડિત મુનિ શ્રી દેવેન્દ્ર મુનિને ધન્યવાદ ઘટે છે. આ પુસ્તકમાં વર્ષો સુધી ટકી શકે તેવા કાગળ વાપરવામાં આવ્યા છે. ટાઈપ પણ મેટા વાપરવામાં આવ્યા છે. સુઘડ રીતે પુસ્તક છપાયેલ છે. બાઈન્ડિગ પણ પાકુ છે. તેમ જ ઉપર પ્લોસ્ટિકનું કવર હોઈ પુસ્તક સારી રીતે સચવાય તેવું છે. આવું સુંદર પુસ્તક તૈયાર કરવા માટે શ્રી સુધર્મા સાન મંદિરના કાર્યકર્તાઓને અભિનંદન ઘટે છે. જૈન પ્રકાશ, મુંબઈ, દિનાંક ૧૫૯-૭૧. (૩૦) કલ્પસૂત્ર શ્વેતાંબર જૈનામાં પર્યુષણના દિવસો દરમ્યાન ખાસ વાંચવામાં આવે છે. મુખ્યત્વે તેમાં સાધુઓના ચાર અને કલ્પનું વર્ણન આવે છે. આ સૂત્ર ઉપર ઘણી ટીકાઓ પ્રગટ થઈ છે. પરંતુ આ ટીકા ઘણા ગ્રંથોના અભ્યાસને અંતે ખૂબ સંશોધનપૂર્વક તૈયાર કરવામાં આવેલી હોઈ પ્રમાણભૂત કહી શકાય તેવી છે. વર્ષો સુધી ટકી શકે તેવા સુંદર કાગળ ઉપર, મોટા ટાઈપેમાં સ્વચ્છ અને સુઘડ રીતે છપાયેલ આ ગ્રંથ પુસ્તકાલયને શોભા આપે તેવો છે. તત્ત્વના અભ્યાસીઓ માટે ખૂબ જ ઉપયોગી પૂરવાર થાય તેવો આ ગ્રંથ લાગત કિંમત કરતાં અડધી કિંમતે આપવામાં આવી રહ્યો હોઈ વિદ્યાવ્યાસંગને ઉત્તેજન મળે તેમ છે. પરિશિષ્ટ ખૂબ જ માહિતીસભર હોઈ અભ્યાસ કરનારને કોઈ જાતની મુશ્કેલી પડે તેમ નથી. વળી તેના ઉપરથી ટીકા રચનારના અભ્યાસ અને જ્ઞાનને ખ્યાલ આવી જાય છે, ખરેખર સુંદર અને સ્તુત્ય પ્રયાસ શ્રી દેવેન્દ્રમુનિએ કર્યો છે. મુંબઈ સમાચાર, (જય જિનેન્દ્ર) ૮-૯-૧૯૭૧. (૩૧) પર્યુષણમાં જીવનના ઉત્થાનની મંગલમય પ્રેરણા પ્રાપ્ત કરવા કલ્પસૂત્રના વાંચન અને શ્રાવણની પરંપરા ચાલી આવે છે. આ કલ્પસૂત્ર મૂળ ભાષામાં તથા સરળ ગુજરાતી અનુવાદ સાથે સર્વોત્તમ ગણી શકાય એવા સ્વરૂપમાં ગુજરાતી ભાષામાં પહેલી જ વાર પ્રગટ થયેલ છે. પુસ્તકમાં વિશિષ્ટ ધ્યાન ખેંચે એવી શ્રી દેવેન્દ્ર મુનિએ રચેલ પ્રસ્તાવના છે. જૈન મુનિઓમાં જે અનેક વિદ્વાને છે એમાં પણ શ્રી દેવેન્દ્ર મુનિને મહાવિદ્વાનની કક્ષામાં જ મુકવા ઘટે. એમણે પ્રસ્તાવનામાં આ કલ્પસૂત્રની પ્રાચીન પ્રતની વિદ્વત્તાભરી ચર્ચા કરી કેટલીક પ્રચલિત પણ અવાસ્તવિક માન્યતાઓનું ખંડન કર્યું છે. કલ્પસૂત્ર પર રચાયેલી ટીકાઓને વિવેચનાત્મક પરિચય આપ્યો છે. વર્ણવ્યવસ્થા જડ બની ન હતી ત્યારે અધ્યાત્મજ્ઞાન તમામ કોમમાં પ્રચલિત હતું. આમાં ય ક્ષત્રિયો પણ મોટા મેટા અધ્યાત્મવાદી થઈ ગયા છે. પરન્તુ એટલા પરથી એમ માનવું કે બ્રાહ્મણ પરંપરામાં હિંસાનું પ્રાધાન્ય હતું અને ક્ષત્રિય પરંપરામાં અહિંસાનું એ સત્યની એકપક્ષી રજુઆત છે. હિન્દુ ધર્મ વિશાળ હોઈ, એમાં માંસાહારી મનુષ્યોને પણ સ્થાન હતું અને રાક્ષસી વૃત્તિવાળા માનવીઓ હિંસાત્મક યજ્ઞો કરતા હતા પણ તેથી બ્રાહ્મણો હિસાપ્રિય થઈ ગયા હતા એમ લખવું યોગ્ય નથી. જૈન ધર્મ અત્યંત પ્રાચીન છે અને એમાં અહિંસાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે જે માનવવિકાસનું સર્વોચ્ચ ધ્યેય છે. મહાવીર પ્રભુનું જીવન પોતે જ અહિંસક જીવનનું સર્વોત્તમ ઉદાહરણ છે. કલ્પસૂત્રના લેખકે જે શૈલી અપનાવી છે તે લોકભોગ્ય છતાં કવિશ્ર્વમય છે. એમાં ભગવાન મહાવીરચરિત્ર, ભગવાન મહાવીરની પૂર્વ પરંપરા સ્થવરાવલિ તથા સામાચારી એમ વિભાગે છે. પુસ્તક જેનેને ખૂબ જ ઉપયોગી તે છે જે પણ જૈનેતરોને માટે પણ વિચારોને એક મૂલ્યવાન ખજાને તથા જગતના એક સહુથી મહાન માનવદેહધારી ભગવાન મહાવીરનું પ્રેરક જીવન રજ કરી જાય છે. મુંબઈ સમાચાર સાપ્તાહિક ૩૧-૧૦-૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy