SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ અભિપ્રાય (૩) મહાવીરના પૂર્વજોનું મળી આવતું થોડું ઐતિહાસિક વર્ણન છે. (૪) મહાવીર અને ગૌતમથી માંડીને સતાવીસમા ગાદીપતિ દેાિમાામણ સુધીનો ઈતિહાસ છે. ૧૫ (૫) છેલ્લે સાધુ-સાધ્વી માટેનો ચોમાસાના નિયમો, કેશલોચ તથા કામાપનાને લગતી વિગત છે. શ્રાવકોના ગુરુ માટેના આ સારા ગ્રંથ ગણાય તેથી તેને લગતી ઘેાડી બિના જાણી લઈએ. આ ગ્રંથ બાવીસસો વર્ષ જૂનો ગણાય છે. મહાવીર સ્વામીના સાતમી પેઢીએ ભદ્રબાહુસ્વામી વીર સંવત ૩૦૦ તે વિક્રમ પહેલાં ૧૭૦૦ વર્ષ અથવા ઈસુ પહેલાં ૩૫૭ વર્ષ થયા. તેમનું આયુષ્ય ૭૯ વર્ષનું હતું. તેઓ “ચૌદ પૂર્વ ના જ્ઞાની હતા. તેમણે નવમા પૂર્વને આધારે દશ અધ્યયન વાળા “દશાશ્રુત-સંપ”ની રચના કરી હતી. તે પૈકીનું આઠમું અધ્યયન તે આ “કલ્પસૂત્ર” છે. ઈતિહાસમાં એક વખતે ગુજરાતના સૌરાષ્ટ્રમાં સમાસ થતો હતો, અને વળા અથવા વલ્લભીપુર, ધુણીધર શ્રાવકો તથા વિદ્રજજનોની નગરી ગણાતી હતી. વીર સંવત ૯૮૦ અને વિક્રમ સંવત ૫૧૦માં વેરાવળના પ્રખર વિદ્રાન અને તેજસ્વી સાધુ, મહાવીર સ્વામીની સત્તાવીસમી પેઢીએ દેવનું કામકામણ નામે ઝળકયા તેઓ છેલ્લા પૂર્વધર હતા. તેમના અધ્યક્ષપણા નીચે એક વિરાટ સાધુ સંમેલન વલ્લભીપુરમાં મળ્યું તે વખતે તમામ કંઠસ્થ સુવાની વાંચણી થઈ (રીવિઝન થયું તથા બધા સૂત્રને ગ્રંથરૂપે લખવાના ઠરાવ થયો. તે પૈકીનું આ “કલ્પસૂત્ર” છે. બીજું ઈતિહાસના સંશોધન પરથી ફિલત થાય છે કે જેનાના "સૂત્ર” અને સંસ્કૃત વ્યાકરણ બી, સી. ઈસુ પૂર્વે ૩૨૭ માં રચાયો છે. આ વાન ઉપરની હકીકતનું સમર્થ્યન કરે છે. ગર્ભસંક્રમણ અને ચૌદ સ્વપ્નાં જેવી વાતો પ્રત્યે આજના વર્ગ મતભેદ ધરાવે છે. આ ગ્રંથસંપાદક દેવેન્દ્રમુનિજી તથા તેમના ગુરુ પુષ્કર મુનિના આ પ્રયાસ તો જ સફળ થાય, જો શ્રમણ સંઘ એક સામાચારીનું પાલન કરે-કરાવે અને સંગઠન યોજે. શ્રાવક વર્ગ પણ સારો સંસ્કારી ગ્રંથોનું વાચન વધારશે તે જ સમાજ ઊંચા આવશે. ઘાટકોપર, તા. ૩૦-૫-૭૧ દુર્લભજી ખેતાણી (૨૮) કલ્પસૂત્રનું સંપાદન ઘણી મહેનતથી કરવામાં આવ્યું છે. વિઠ્ઠાનો અને સાધારણ પાઠકોને માટે પણ અત્યંત ઉપયોગી છે. ોધપૂર્ણ પ્રસ્તાવના અને વિવેચન ઘણું જ તલસ્પર્શી થયું છે. હું એમના સાહિત્યની કદર કરું છું અને શુભ કામના પાઠવું છું કે આવા મહત્ત્વપૂર્ણ ગ્રંથો સમાજને તેઓ અવારનવાર અર્પણ કરે. પ્રોફેસર હીરાલાલ રસિકદાસ કાપડિયા વરલી, મુંબઈ (૨૯) કલ્પસૂત્ર શ્વેતામ્બર જૈનામાં પર્યુષણના દિવસો દરમ્યાન ખાસ વાંચવામાં આવે છે. મુખ્યત્વે તેમાં સાધુઓના આચાર અને પનું વર્ણન આવે છે. આ સૂત્ર ઉપર ઘણી ટીકાઓ થઈ છે. પરંતુ પં. મુનિશ્રી દેવેન્દ્રમુનિએ ઘણા ગ્રંથાના અભ્યાસ કરીને તેમ જ ખૂબ જ સંશોધન કરીને આ ટીકા તૈયાર કરી છે. તેથી આ પુસ્તક પ્રમાણભુત કહી શકાય તેવું બન્યું છે. તત્ત્વજ્ઞાનના અભ્યા સીઓ માટે ઘણું ઉપયોગી પુરવાર થાય છે. તેવું આ પુસ્તક બન્યું છે. આવું પુસ્તક પંડિત મુનિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy