SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ગર્ભસંહરણ: શક્રની વિચારણા ૬૭ ગયા, આ રૂપક તમારા ધર્માચાર્ય મહાવીર ઉપર પણ ઘટિત થાય છે, તેમને પણ બધી વસ્તુઓ પ્રાપ્ત થઈ ગઈ છે, પરંતુ ખેદ છે કે તેમને હજી પણુ સતૈાષ નથી, તે મને ‘મખલીપુત્ર’‘છમ' અને પેાતાના કુશિષ્ય કહે છે, તું જઈને તેને સાવધાન કરી દે, અન્યથા હું સ્વયં આવીને તેની દશા દુર્બુદ્ધિ પેલા ણિકપુત્રા જેવી કરી દઈશ. આનંદ મુનિ ભગવાનની પાસે પહોંચ્યા. ગેાશાલકનું ધમકીભર્યું થન નિવેદિત કર્યું, સર્વજ્ઞ, સર્વદેશી ભગવાન તેા પહેલેથી જ જાણુતા હતા. ભગવાને કહ્યું: “આનંદ, તમે જાએ, અને ગૌતમાદિ શ્રમણે ને સૂચના આપી દો કે ગેાશાલક અહીં આવી રહ્યો છે, કોઈ પણ શ્રમણે તેની સાથે સાઁભાષણ કરવું નહિ, " ,, ગેાશાલક મહાવીરની પાસે પહોંચ્યા અને માલ્યા “હે કાશ્યપ ! તમારો શિષ્ય મખલીપુત્ર તેા મરી ગયા છે, તે અન્ય હતા, હું અન્ય છું. તેના શરીરને પરીષહ સહન કરવામાં સુદૃઢ સમજીને મેં તેમાં પ્રવેશ કર્યા છે.’’ મહાવીરે ક્યું : “ગેાશાલક! જેમ કેાઈ તસ્કરને છુપાવાનુ સ્થાન પ્રાપ્ત ન થતાં તૃણુની આડમાં છુપાવાના પ્રયાસ કરે છે તેમ તું પણ અન્ય ન હેાવા છતાં પણ પાતે પેાતાની જાતને બીજો બતાવી રહેલ છે.” ભગવાન મહાવીરનું સત્ય થન સાંભળીને ગોશાલક સ્તંભિત અને અવાક્ થઈ ગયા, મનમાં ને મનમાં ધુંધવાવા લાગ્યા, પેાતાની જાતને છુપાવવાની દૃષ્ટિથી તે ફાવે તેમ પ્રલાપ કરવા લાગ્યા, મહાવીરની સામે જેમ તેમ ખેલતાં જોઈ ને ભગવાનના અંતેવાસી શિષ્ય ‘સર્વાનુભૂતિ’ અને ‘સુનક્ષત્ર’ અણગારે કહ્યું – “હું ગેાશાલક! તમારે તમારા ધર્માચાર્ય પ્રત્યે આ જાતની અશિષ્ટતા પ્રદર્શિત કરવી ન જોઈએ.” ગોશાલકે કાધિત થઈને તે બન્ને અણુગારાને તેોલેશ્યાથી ત્યાં જ ભસ્મ કરીદીધા, બન્ને આયુષ્ય પૂર્ણ કરીને આઠમા અને બારમા દેવલાકમાં ઉત્પન્ન થયા. ૧૧૭ ભગવાન દ્વારા પ્રતિમાધ આપવા છતાં પણ ગેાશાલક સમજ્યા નહિ. “પય : પાન ભુજંગાનાં કેવલ વિષવર્ધનમ્ ” ની ઉકિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy