SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પસૂત્ર અને વૈદિક સાહિત્યમાં દષ્ટિગોચર થતું નથી. તેને અર્થ એવો નથી કે તે પરંપરાઓમાં આશ્ચર્યજનક ઘટનાઓ નથી. ઘટનાઓ તો બની શકે છે પરંતુ તેઓએ તે ઘટનાઓનું આવી શૈલીથી નિરૂપણ કરેલ નથી. સ્થાનાંગ, ૫ પ્રવચનસારોદ્ધાર ૧૧ અને કલ્પસૂત્રની વિભિન્ન ટીકાઓમાં દસ આશ્ચર્યોને ઉલ્લેખ છે: (૧) ઉપસર્ગ (૨) ગર્ભાપહરણ (૩) સ્ત્રી તીર્થકર (૪) અભાવિત પરિષદ્ (અયોગ્ય પરિષદ્ ) (૫) કૃષ્ણનું અપરકંકાગમન (૬) ચંદ્ર સૂર્યનું મૂળ વિમાન દ્વારા આકાશમાંથી ઊતરવું (૭) હરિવંશ કુળની ઉત્પત્તિ (૮) અમરેન્દ્ર ઉત્પાત (૯) ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એકસો આઠ એક સમયે સિદ્ધ (૧૦) અસંયતની પૂજા, આ બધાનું સંક્ષિપ્ત વિવરણ અહીં પ્રસ્તુત કરવામાં આવે છે. (૧) ઉપસર્ગઃ એક વખત ભગવાન મહાવીર ધર્મને ઉપદેશ કરતાં કરતાં શ્રાવસ્તીના ઉદ્યાનમાં પધાર્યા. ગણધર ગૌતમ ભિક્ષા માટે નગરીમાં ગયા. તેમણે સાંભળ્યું -ગોશાલક પોતે પોતાની જાતને જિન કે સર્વજ્ઞ-સર્વદશી કહે છે. ગૌતમે મહાવીરને નિવેદન કર્યું. મહાવીરે કહ્યું: “ગૌતમ, મંખલીપુત્ર ગોશાલક મારો શિષ્ય છે. તે જિન નહિ પરંતુ “જિન” ને પ્રલાપ કરનાર છે. મહાવીરનું તે કથન શ્રાવસ્તીમાં પ્રસરી ગયું. ગોશાલકે પણ સાંભળ્યું -તેણે છઠના પારણાને માટે જતા મહાવીરના શિષ્ય આનંદને કહ્યું:- “હે આનંદ! ધન પ્રાપ્ત કરવાની લાલસાથી કેટલાક વણિકો અન્ન-પાણીની વ્યવસ્થા કરીને-વાસણ વગેરે લઈને વિદેશ ચાલ્યા- ભયંકર અરણ્યમાં પહોંચતા, સાથેનું જળ ખલાસ થઈ ગયું. તૃષાતુર બનીને જળની તપાસ કરતાં તેમણે ચાર રાફડા જોયા. પ્રથમ રાફડો ખોલતાં અમૃત જેવું મધુર જળ નીકળ્યું, જેને પ્રાપ્ત કરી બધાં આનંદમગ્ન બની ગયા. બીજો રાફડે ખોલ્યો તો ચમકતું સોનું નીકળ્યું. ત્રીજો રાફડે ખેલતાં અમૂલ્ય મણિ–મતી વગેરે જવાહરાત ઉપલબ્ધ થયું. પરંતુ જેવા તેઓ ચોથે રાફડે ખેલવા માટે આગળ પગલું મૂકવા જતા હતા ત્યાં જ એક સુબુદ્ધિ નામના વણિકે રક્યા, પણ તેઓ માન્યા નહિ. તે રાફડો ખેલતાંની સાથે જ તેમાંથી દષ્ટિવિષ સર્પ નીકળે, જેના ઝેરી કુંફાડાથી બધા ત્યાં ભસ્મીભૂત થઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy