SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ગર્ભસંહરણ: શફની વિચારણા नामगोत्तस्स वा कम्मस्स अक्खीणस्स अवेइयस्स अणिजण्णस्स उदएणं जन्नं अरहंता वा चक्कवट्टी वा बलदेवा वा वासुदेवा वा अंतकुलेसु वा पंतकुलेसु वा तुच्छकुलेसु वा दरिकुलेसु वा भिक्खागकुलेसु वा किविणकुलेसु वा माहणकुलेसु वा आयाइंसु वा आयाइंति वा आयाइस्संति वा कुच्छिसि गन्मत्ताए वक्कमिसु वा वक्कमंति वा वक्कमिस्संति वा, नो चेव णं जोणीजम्मणनिक्खमणेणं निक्खमिंसु वा નિવવનંતિ વા નિમિરાંતિ વા ૧૮ અર્થ પરંતુ લોકમાં આવા પ્રકારના આશ્ચર્યકારી કાર્યો પણ અનંત અવસર્પિણી ઉત્સર્પિણી વીતી ગયા પછી થાય છે. જ્યારે અરિહંત ભગવાન, ચક્રવતીં, બલદેવ, વાસુદેવ તેવા પ્રકારના નામ ગોત્ર કર્મ ક્ષીણું ન થવાથી (સ્થિતિક્ષયના અભાવે) રસ વિપાક વડે કર્મ નહિ ભેગવવાને લીધે, કર્મોની નિર્જરા ન થવાથી તેમ જ તેવા કર્મના ઉદયથી તેઓ અન્ત કુળમાં, પ્રાન્ત કુળમાં, તુચ્છ કુળમાં, દરિદ્ર કુળમાં, કૃપણ કુળમાં, ભિક્ષુક કુળમાં, બ્રાહ્મણ કુળમાં, અતીતકાળમાં આવ્યા છે. વર્તમાનમાં આવે છે અને ભવિષ્યકાળમાં આવશે. કુક્ષિમાં ગર્ભરૂપે ભૂતકાળમાં ઉત્પન્ન થયા છે, વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં પણ થશે. પરંતુ ભૂતકાળમાં પણ ત્યાં તેમણે જન્મ લીધો નથી, વર્તમાનમાં લેતા નથી તેમ ભવિષ્યમાં જન્મ લેશે પણ નહીં. વિવેચનઃ આગમના સમર્થ ટીકાકાર આચાર્ય અભયદેવે કહ્યું છે “જે વાત અભૂતપૂર્વ અને અલૌકિક છે જેને જોઈને મનમાં વિસ્મય ઉત્પન્ન થાય છે તે આશ્ચર્ય છે. આશ્ચર્ય અને અસંભવ શબ્દના અર્થમાં ઘણું અંતર છે. અસંભવને અર્થ છે કે કદી બની શકે નહિ પરંતુ આશ્ચર્ય અસંભવ નથી, કેવળ વિરલ ઘટના છે. અહિંયાં વિશ્વના અન્ય આર્યોનું વર્ણન ન કરતાં કેવળ જૈનાગમાં આવેલ આશ્ચર્યોનું વર્ણન છે તેવું બૌદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy