SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પસૂત્ર આંતરમૂલ્ય : શ્રય પં. શ્રી દેવેન્દ્રમુનિજીએ અતિ પરિશ્રમ ઉઠાવીને ખ્યાતનામ સુત્રાધ્યયનનો જે અનુવાદ કર્યો છે તે માટે તે ખરેખર ધન્યવાદાઈ છે. ભાષાની દષ્ટિએ, --આ સૂત્રની, ભાષા સરલ અને પ્રવાહી છે. વાંચનારને પોતાના પ્રવાહમાં લાગી જાય તેવી છે. શેલીની દષ્ટિએ શૈલી રોચક છે. અને તેમાં ટાવકાઈ પણ છે. તેથી આ અનુવાદ વાચકોને જરૂર ગમી જાય તેવો છે. સંશોધનની દષ્ટિએ તેમના વિવેચનમાં મતભેદોનું સંતુલન, ઉત્સર્ગ–અપવાદોની સ્પષ્ટ સમજણ આપી છે. મનનીય, શોધ પ્રસ્તાવના એ આ ગ્રંથનું સુંદર પીછું છે. સંપાદનની દ્રષ્ટિએ :–પરિશિષ્ટો, કોશ વગેરે આપવા દ્વારા પ્રકાશન શ્રેષ્ઠ બન્યું છે. હિન્દી કરતાં ગુજરાતી આવૃત્તિમાં શુદ્ધિકરણ સારું થયું છે. ( બાહ્ય મૂલ્ય: મુદ્રણની દષ્ટિએ જોઈએ તે સાઈઝની, ખાસ કરીને ગુજરાતી ટાઈપની અને શ્વેત કાગળોની પસંદગી સર્વોત્તમ થઈ છે. પ્રિન્ટિગ આંખે ઊડીને વળગે તેવું છે. બહારનું બેવડું આવરણ બહુ આકર્ષક બન્યું છે. સમગ્ર પ્રકાશનમાં એમની પ્રતિભા અને ઊંડી સૂઝ દેખાઈ આવે છે. અનેકાનેક ગ્રન્થોની હારમાળા ઊભી કરનાર અથાગ પરિશ્રમી મુનિજી, તટસ્થ અને સત્યની દષ્ટિ રાખીને સુંદર પ્રકાશનો આપતા રહે. પંડિતરત્ન યશોવિજયજી મહારાજ મુંબઈ (૧૫) કલ્પસૂત્ર મળ્યું, જોઈને અત્ય-ત પ્રસન્નતા થઈ, બાહ્યા અને આભાર દષ્ટિથી કલ્પસૂત્ર આપને માટે આપની વિદ્વત્તાને માટે, અને આપની ગુરુ પરમ્પરાને માટે યશસ્વી સિદ્ધ થશે! સમ્પ્રદાય મોહ રહિત આપનું લખાણ અને વાક્ય રચના સમાજને માટે જ્ઞાનવર્ધક અને અનુકરણીય છે ! મુનિ પૂર્ણાનન્દ વિજય કુમાર શ્રમણ’ (ન્યાય, કાવ્ય, તીર્થ) નમિનાથ જૈન ઉપાશ્રય મુંબઈ સ્થાનકવાસી જૈન સમાજની વિદુષી મહાસતીઓના અભિપ્રાય દેવેન્દ્રમુનિજી દ્વારા સંપાદિત કલ્પસૂત્ર દે. સ્થાનકવાસી સમાજના એક મહાન કાર્યની પૂતિને માટે અસીમ આનંદ થશે. તેને માટે મુનિજી વધાઈને પાત્ર છે. તેમની તીક્ષણ દષ્ટિ ઘણી સંશોધક છે. આજ સુધી સ્થાનકવાસી સમાજ કલ્પસૂત્રને બત્રીસ આગમથી બહારની ચીજ માનતા હતા. પરંતુ મુનિજીએ તે સંપૂર્ણ સિદ્ધ કરી દીધું કે, કલ્પસૂત્ર આ બત્રીસ આગમેના સિવાય વિશેષ કાંઈ નથી. અથવા બત્રીસ આગમ માટેનું જ છે. ઓછામાં ઓછા હજાર વર્ષ જૂના દશાશ્રુતસ્કંધની પ્રતિમાંથી એમ કાઢીને બતાવ્યું છે, કલ્પસૂત્ર તે દશાશ્રુતસ્કંધનું આઠમું અધ્યયન છે. મુનિશ્રીની પ્રસ્તુત શોધ ચમત્કારપૂર્ણ છે. તે કારણે તેમણે આપણા હૂં ઢિયા નામને સાર્થક કરેલ છે. તેમની પ્રતિભા દિવસે બેવડી અને રાત્રિએ ચાર ગણી વધતી રહે એ જ અંતરની મનીષા છે. -- “પરમ વિદુષી સાધ્વી ઉજજવલકુમારીજી’ અહમદનગર, તા. ૧૮-૧૨-૧૯૬૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy