SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ અભિપ્રાય (૧૭) કલ્પસૂત્રની અનેક ટીકાઓ લખવામાં આવેલ છે. પરંતુ કલમ કળાધર દેવેન્દ્રમુનિજી શાસ્ત્રી દ્વારા લખવામાં આવેલું વિવેચન વસ્તુત: અનાખ્યું છે. વિવેચનની એકેક પંકિતમાં મુનિજીનું અગાધ જ્ઞાન ઝબકે જ છે. ભાષા સરળ અને સરસ છે. તે પ્રબુદ્ધ પાઠકોને રસપૂર્વક તેમની તરફ આકર્ષિત કરી લે છે. - સાધ્વી પ્રમદસુધા' (૧૮) કલ્પસૂત્રના પ્રામાણિક સંસ્કરણની આવશ્યકતા દીદકાળથી અનુભવાતી હતી. દેવેન્દ્રમુનિજીએ તે જરૂરિયાત પૂરી કરી તે માટે તેઓશ્રીને હાર્દિક અભિનંદન જૈન સિદ્ધાન્તાચાર્યા સાધ્વી કુસુમવતીજી (૧૯) કલ્પસૂત્રનું સંપાદન માત્ર સુંદર છે જ નહીં–અતિ સુંદર થયું છે. પ્રસ્તાવના અત્યન્ત શોધપ્રધાન છે. અનેક સત્ય- તનું અનાવરણ આમાં થયું છે. આ પ્રકાશન અધિકાધિક લોકપ્રિય બને એવી શુભાશા છે. પરમ વિદુષી મહાસતી શ્રી શીલકંવરજી મ. (૨૦) દેવેન્દ્રમુનિ મારા લઘુબંધુ છે. ભાઈએ સંપાદન કરેલ કલ્પસૂત્રના સંબંધમાં હું એક બહેન શું લખું? મારી તથા મારા પૂ. માતુશ્રી પ્રભાવતીજી મ. ની હાર્દિક કામના છે કે, આનાથી પણ વધુ સુંદર કૃતિઓ તેઓ લખે. સાહિત્યરત્ન સાધ્વી પૃપવતીજી, મનીષી વિદ્વાનોના તથા પત્ર પત્રિકાઓના અભિપ્રાય (૨૧) મુનિશ્રી દેવેન્દ્રજી, આપનું સંપાદિત કલ્પસૂત્ર મને મળ્યું. કલ્પસૂત્રનું આપે સુંદર સંપાદન કરેલ છે. પ્રસ્તાવના અને વિવેચન વગેરે વાંચવાથી એ સહજ રીતે જ્ઞાત થાય છે કે તેને માટે આપને અનેક ગ્રંથને સ્વાધ્યાય કરવો પડયો છે. આપના સંપાદનને દેખીને મને સંતોષ છે. પં. બેચરદાસ જીવરાજ દેશી (૨૨) સ્થાનકવાસી સંપ્રદાયના વિદ્વાન સંત દેવેન્દ્ર મુનિજીએ કલ્પસૂત્રનું મહત્વપૂર્ણ સંપાદન કરેલ છે. અત્યાર સુધીનાં પ્રકાશિત બધાં સંસ્કરણોની અપેક્ષાએ આ સંસ્કરણ અધિક મહત્વપૂર્ણ છે. દેવેન્દ્ર મુનિજીએ સેંકડો ગ્રંથના આધાર અને અધ્યયનથી આ સંસ્કરણને ઘણી મહેનતથી તૈયાર કરેલ છે. મૂળપાઠ, અર્થ અને વિવેચન અને તે પછીનાં સાત પરિશિષ્ટ, પ્રારંભમાં પ્રસ્તાવના અને ઉપક્રમ ઘણા મોટા શ્રમથી તૈયાર કરવામાં આવેલ છે. આશા છે કે, આ સંસ્કરણનો અધિકાધિક પ્રચાર અને ઉપયોગ થશે. સાહિત્યવારિધિ અગરચંદજી નાહટા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy