________________
ઉપમા : કુંભાર ઘડા ઘડે, પછી તેને ખરીદનાર મનુષ્ય યોગાનુયોગ સારો નરસો ઉપયોગ કરી, કોઈ ઘડો ધી ભરવામાં વપરાઈ અને કોઈ ઘડો મદીરા ભરવામાં વપરાઇ, હલકા કે સારાપણું પામે છે. (૮) અંતરાય કર્મ છે
બંધનું કારણ : દાનાદિ પ્રવૃત્તિમાં અંતરાય કરવાથી કે રોકવાથી અંતરાય કર્મ બંધાય છે.
ક્યા ગુણને રોકે : આત્મા અનંતશક્તિ અને સામાÁ વાળો છે. તેની શક્તિ આ કર્મ પ્રગટ થવા દેતું નથી.
ઉપમા : કોઈ યાચકને રાજાએ ધનાદિ આપવા આદેશ આપ્યો હોય, પણ રાજાનો ભંડારી તેને ઈચ્છિત વસ્તુ આપે નહિ. તેમ આત્મા પુણ્યયોગે જગતના ભૈતિક સુખો પ્રાપ્ત કરી શકે તેવું હોય, દાનાદિ કરી શકે તેવો યોગ હોય, તપાદિ કરી શકે તેવી શક્તિ હોવા છતાં શક્તિ પ્રગટ થવા ન દે. અર્થાત આત્માની સ્વરૂપ પ્રાપ્તિને આ કર્મ અંતરાય કરે છે.
આ આઠ કર્મો ઘાતી અને અઘાતીરૂપે હોય છે. ઘાતકર્મ : આત્માના મૂળગુણને ઘાત કરે. અઘાતી કર્મ: આત્માના મૂળગુણને બાધા ન પહોચાડે. આત્માની જ્ઞાનશક્તિ વડે ઘાતી કર્મોનો નાશ થાય છે.
મોહનીય કર્મનો નાશ થતાં ચારે ઘાતી કર્મ નાશ પામે છે, ત્યારે જીવ કેવળજ્ઞાન પામે છે.
પછી આયુષ્ય પૂર્ણ થતા આઘાતી કર્મો નાશ પામતા જીવ સિધ્ધ બુધ્ધ અને મુક્ત થાય છે.
૪ ઘાતી કર્મો ૪ અઘાતી કર્મો જ્ઞાનાવરણીય વેદનીય કર્મ દર્શના વરણીય આયુષ્ય કર્મ મોહનીય
નામ કર્મ અંતરાય
ગોત્ર કર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org