________________
નરકાયુ : રૌદ્રધ્યાન, મહા આરંભ પરિગ્રહ અને તેની મૂચ્છ, વ્યસન, કુર પરિણામ, વિષયાસક્ત, માંસભક્ષણ.
દેવાયુ, મનુષ્યા, શુભ છે. તિર્યંચાયુ, નરકા, અશુભ છે.
કયા ગુણને રોકે : આત્મા અક્ષય અને અમર સ્વરૂપ છે. છતાં અજ્ઞાન, રાગ અને દ્વેષના કારણે જન્મ મરણ રૂપ આયુષ્ય કર્મ આત્માની અક્ષય સ્થિતિને રોકે છે.
ઉપમા : જેલના બંધન જેવું આ કર્મ છે. જેલની સજા જેટલી મુદતની હોય તેમાં અલ્પાધિક ફેરફાર થઈ શકાતો નથી, સજા પૂરી થાય પછી છુટી શકાય તેમ જે પ્રકારનું આયુષ્ય હોય તે પૂરું કરવું પડે. (૬) નામકર્મ શુભ અને અશુભ બે પ્રકારે છે. બંધનું કારણ
શુભનામ કર્મ : ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ જેવા ગુણો, ગુણીજનોની પ્રશંસા, સ્વની અપ્રશંસા, ઉદારતા વિગેરે.
અશુભ નામ કર્મ : અસતુ પ્રવૃત્તિ, અસરળતા, વિષયાશક્તિ, કપટ, ચંચળતા, પરનિંદા, સ્વપ્રશંસા વિગેરે.
ક્યા ગુણને રોકે : આત્મસ્વરૂપ આરૂપી છે. તે દેહધારણ કરવાથી રૂપી પણાને પામે છે તેથી અરૂપી ગુણને આવરણ આવે છે.
ઉપમા : ચિત્રકાર ચિત્ર દોરે તેના જેવું આ કર્મ છે. ચિત્રકાર સારા વિચારોથી સુંદર ચિત્ર દોરે અને અસદ્ભાવથી કદરૂપા ચિત્રો દોરે, તેમ જીવ પોતાના અશુભ પરિણામથી અશુભનામ કર્મ બાંધે અને શુભ ભાવથી શુભનામ કર્મ બાંધે છે. (૭) ગોત્રકર્મ ઉચ ગોત્ર, નીચ ગોત્ર, બે પ્રકારે છે.
બંધનું કારણ ગુણાનુરાગ, અન્યને ભણાવવું, ભણવું, નિરહંકારિતાથી, ઉચગોત્ર બંધાય છે.
માન, મત્સર, મદ કરવાથી નીચ ગોત્ર બંધાય છે.
ક્યા ગુણને રોકે : આત્મસ્વરૂપ હલકું કે ભારે નથી છતાં ઉચ ગોત્ર કે નીચ ગોત્રમાં જન્મ ધારણ થવાથી જીવને ઉચા કે નીચપણું મનાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
95