________________
પાઠ : ૮ ) ૪. પંચેન્દ્રિય જીવોનું વર્ણન
પંચેન્દ્રિય જીવો ચાર પ્રકારે છે.
(૧) નારક (૨) તિર્યંચ (૩) મનુષ્ય (૪) દેવ
પંચેન્દ્રિયજીવો - આ જીવોને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય તથા શ્રોત્રેન્દ્રિય હોય છે.
मनुष्य
'EN S ચલવરી
जलचर
વર
(૧) નારક : અહીં પ્રથમ નારકના જીવોનું વર્ણન કહેવામાં આવે છે.
નારકના જીવો અત્યંત દુખવાળા છે. પોતાના કુર કર્મોને ભોગવવા ત્યાં જન્મે છે. તેઓના દુ:ખોનું વર્ણન જ્ઞાનીઓ
પણ કહી શક્તા નથી (૨) તિર્યંચ : તિર્યંચગતિના જીવો પણ અધિક દુઃખવાળા છે. પરવશતા
ઘણી હોય છે. કયારેક આંશિક સુખ ભોગવે છે. (૩) મનુષ્ય : આ ગતિ સુખદુ:ખવાળી છે. પરંતુ સવિશેષતા એ છે કે
મનુષ્યદેહે જીવ યોગ્યતાને પામીને પરિભ્રમણથી મુક્ત થઈ શાશ્વત સુખ પ્રાપ્ત કરી શકે છે. આવું સંશિપણું, વિચાર
શક્તિ સહિત જીવન પ્રાપ્ત થવું દુર્લભ છે. (૪) દેવ : આ ગતિમાં જીવને સર્વ પ્રકારના ભૈતિક સુખો હોય છે.
પરંતુ મનુષ્ય ગતિ જેવા ધર્મના સાધન કે સંયમની પ્રાપ્તિ થતી નથી. અને સુખભોગમાં રાચીને પ્રાયે તિર્યંચ ગતિ પામે છે. સમકિતી દેવ એ સુખમાં પણ સભાન હોવાથી મનુષ્યદેહ ધારણ કરી મુક્તિ પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org