________________
આ ચાર ગતિ એટલે જન્મ મરણાદિના દુઃખ અને પરિભ્રમણ છે. મોક્ષ અર્થાત પંચમગતિ જ જીવના સાચા સુખનું સ્થાન છે. આ જીવવિચારનું પરિજ્ઞાન તે ગતિની પ્રાપ્તિની રૂચિ માટે છે.
સરકારી જેલમાં ચાર વર્ગ હોય છે. પહેલા અને બીજામાં એવા કેદીઓ હોય છે કે તે સજજન છે. પરોપકારી અને દેશદાઝવાળા છે પણ સરકારી કાનુન પ્રમાણે તેમના પર ગુનાનો આરોપ છે. ગુનો કર્યો નથી તેથી સરકાર પણ મર્યાદા સાચવે છે. અને તેવા સજજનોને પહેલા કે બીજા વર્ગમાં મૂકે છે. આખરે નિર્દોષ ઠરીને તે જીવો મુક્ત થાય છે. - ત્રીજા ચોથા વર્ગમાં કુકર્મ કરનારા, અજ્ઞાનવશ હિંસાદિ કરનારાને પ્રાય રાખે છે. અને તેમને ત્યાં સખત મજુરી કરવી પડે છે. અન્ય પણ ઘણા દુ:ખો ભોગવવા પડે છે. અને છૂટે ત્યારે પણ નિર્દોષ મનાતા નથી.
આપણે એટલું તો કરીએ કે ત્રીજા ચોથા વર્ગમાં તિર્યંચ અને નારકમાં જવું જ ન પડે. દેવ, માનવ થઇને નિર્દોષ થઇ મુકત થઈએ.
અધર્મ આચરે તે બહિરાત્મા ધર્મ આચરે તે અંતરામાં સહજ સ્વભાવરૂપ છે
પરમાત્મા બહિરાત્મા - રાગભાવ અંતરઆત્મા - વિરાગભાવ પરમાત્મા - વિતરાગતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org