________________
૩. ચઉરિન્દ્રિય જીવો ♦
ચાર ઇન્દ્રિયોવાળા ચઉરિન્દ્રિય જીવો છે.
(૧) સ્પર્શેન્દ્રિય (૨) રસનેન્દ્રિય (૩) ઘ્રાણેન્દ્રિય (૪) ચક્ષુઇન્દ્રિય. પ્રકાર : વીંછી, બગાઇ, ભમરા, ભમરી, તીડો, માખી, ડાંસ મચ્છર, કંસારી, કરોળીયા, ખડમાંકડી, ઢિંઢણ પતંગીયા, વાંદો વગેરે. બગાઇ ગાય ભેંસ જેવા ઢોરોના શરીર પર થાય છે. ખડમાંકડી ♦ જેના મૂત્રથી શરીર પર ફોલ્લા થાય છે.
ચરિન્દ્રિય જીવોને ૬ કે ૮ પગ હોય છે. મોઢા આગળ શીંગડા જેવા બે વાળ પ્રાયે હોય છે.
ભવ
* ચરિન્દ્રિય જીવો એક મુહૂર્તમાં વધારેમાં વધારે ૪૦ ભવો કરી શકે.
બે ઈન્દ્રિય, તેઇન્દ્રિય, ચરિન્દ્રિય ત્રણે માટે એક શબ્દ વિકલેન્દ્રિય કહેવાય છે. આ જીવોને જે જે ઈન્દ્રિય નથી તેની જરૂરિયાત પણ પડતી નથી. તે જીવોને જે જે ઇન્દ્રિય મળી છે તેની ઉત્કટતાથી પોતાનું કાર્ય ચલાવી લે છે. જેમ આંધળો માનવ સ્પર્શના સહારે ચક્ષુનું કામ નભાવી લે છે. આ વિલેન્દ્રિય જીવો મન વગરના અસંશિ હોય છે. તથા નપુંસક કહેવાય છે. પર્યાપ્તા અને અપર્યાપ્તા હોય છે.
Jain Education International
3
ચાર ઈન્દ્રિયોના જીવ
For Private & Personal Use Only
www.jainelibrary.org