________________
છે. અર્થાત્ કર્મબંધ અને મોક્ષની વ્યવસ્થા જીવની બાહ્ય ચેષ્ટા ઉપર આધારિત નથી પણ અંતરંગ પરિણામ ઉપર આધારિત છે. તીર્થંકરાદિના જન્મ કલ્યાણકોના ઉત્સવો તેમને કર્મબંધનું કારણ બનતા નથી. જગતના જીવોને તેજ કા૨ણો કર્મબંધનું કારણ બને છે. તીર્થંકરાદિ તે પ્રકારોમાં વિરક્ત છે. અને સંસારી તે તે પ્રકારોમાં આસક્ત છે.
[૨૬] વિષયાળાં તતો વન્ય-નનને નિયમોઽસ્તિન ।
अज्ञानिनां ततो बन्धो ज्ञानिनां तु न कर्हिचित् ॥ २४ ॥
મૂલાર્થ : તેથી કરીને વિષયોનો એકાંતે કરીને બંધ ઉત્પન્ન કરવામાં નિયમ નથી. તે માટે અજ્ઞાનીને બંધ છે, અને જ્ઞાનીને કદાપિ બંધ નથી.
ભાવાર્થ : અર્થાત્ વિષયભોગો છતાં વિષયથી વિરક્તિ હોય ત્યારે કર્મબંધન જ થાય તેવું નથી. પરંતુ જ્ઞાનીને તેવા સમયે પણ અંતરંગમાં મંદ કષાયરૂપ પરિણતિ હોવાથી દેવાદિ ગતિના બંધ પડે પણ તિર્યંચાદિ અશુભ બંધ ન પડે. પરંતુ અજ્ઞાનીને તો વિપરીત મતિને કારણે સર્વથા બંધ જ હોય છે, તે પછી પ્રવૃત્તિ હો કે નિવૃત્તિ હો. જ્ઞાનીને બંધ ન હોય અર્થાત્ માર્ગને હાનિ કરનારા કર્મબંધ ન હોય.
[૧૨૭] સેવતેઽસેવમાનોઽવ સેવમાનો ન સેવતે ।
कोपि पारजनो न स्यादाश्रयन् परजनानपि ॥ २५ ॥
મૂલાર્થ : કોઈ પ્રાણી ભોગને નહિ સેવતા છતાં સેવે છે. કોઈ પ્રાણી સેવન કરવા છતાં નથી સેવતો. જેમ કોઈ માણસ પરજનનો આશ્રય કરે તો પણ તે પરજન થતો નથી.
ભાવાર્થ : જેમ સૂર્ય પૃથ્વીને પ્રકાશ આપે પણ પોતે પૃથ્વીરૂપે થતો નથી. તેમ કોઈ ગૃહસ્થ કોઈ દરિદ્રને આશ્રય આપે તો પોતે દરિદ્ર બનતો નથી. તેમ જ્ઞાની પુરુષ પ્રારબ્ધયોગે ગૃહવાસમાં રહેવા છતાં સંસારત્યાગની ભાવનાવાળા હોવાથી સંસારમાં તીવ્ર ભાવે રહેતા નથી. જ્યારે અજ્ઞજન, મોહદશાવાળો વસ્તુના અભાવે કે
Jain Education International
૭૪
: અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org