________________
મૂલાર્થ : શ્લેખ(કફ)ને વિષે મક્ષિકાની જેમ વિષયોને વિષે અત્યંત આસક્ત થયેલો પુરુષ બંધાય છે. અને શુષ્ક માટીના પિંડની જેમ વિષયોથી આશ્લેષ નહિ પામેલો મનુષ્ય બંધાતો નથી.
ભાવાર્થ : જેમ સૂકો માટીનો પિંડ ભીંત પર ચોંટી શકતો નથી, તેમ વિષયના વિપાકને જાણીને તે પ્રત્યે નીરસ થયેલો જ્ઞાની પુરુષ આત્મભાવે વિરક્ત હોવાથી કર્મના ફાંસલામાં ફસાતો નથી તેથી કર્મબંધ તેને મુક્તિના માર્ગમાં આવતો નથી. [૨૪] વહુ નિરોધાર્થ-નિવૃત્તિરપ વેરિત
निवृत्तिरिव नो दुष्टा योगानुभवशालिनाम् ॥ २२ ॥ મૂલાર્થ : કોઈ પ્રાણીને ઘણા દોષોના નિરોધને માટે અનિવૃત્તિ પણ યોગના અનુભવ વડે શોભતા એવા મહાત્માઓની નિવૃત્તિની જેમ દુષણવાળી નથી.
ભાવાર્થ : ઉદયકર્મની વિચિત્રતાના બળે મહાત્માઓની વિષયોમાં પ્રવૃત્તિ હોય તો તે મોટા દોષની નિવૃત્તિ માટે થતી હોય છે. પ્રાય મોટા દોષની નિવૃત્તિ જ યોગ્ય છે. છતાં કોઈ વાર યોગના સ્વામીઓને વિષયમાં પ્રવૃત્તિ પરિણામે વૈરાગ્યનું નિમિત્ત બને છે. (આ નિયમ સર્વત્ર લાગુ પાડવો નહિ જેથી સ્વચ્છેદ માર્ગનું પોષણ થાય) ભરત ચક્રવર્તી જેવા સમ્યકર્દષ્ટિવંતમાં ભોગમાં પ્રવૃત્ત છતાં આસક્ત ન હતા તેથી એક અલંકાર પણ વૈરાગ્યનું નિમિત્ત થયો. [१२५] यस्मिनिषेव्यमाणेऽपि यस्याशुद्धिः कदाचन ।
તેનૈવ તસ્ય શુદ્ધિઃ | વિનતિ દિ શ્રુતિઃ ૨૩ મૂલાર્થ : જે માણસને જે ભોગાદિક સેવવાથી કદાપિ અશુદ્ધિ થાય છે. તે માણસને તે જ ભોગાદિક સેવવા વડે કદાચિત શુદ્ધિ પણ થાય છે.
ભાવાર્થ : જેમ મેલેરિયાના તાવના દર્દીને ઘીનું સેવન તાવ શામક થાય છે, છતાં કોઈ જીવને તેમ ન પણ થાય. તેમ સમ્યગ્દષ્ટિ આત્માને કોઈ ઉદયબળે ભોગાદિક સેવવા છતાં શુદ્ધિ થાય છે, કોઈ આસક્ત જીવને વિષે તે ભોગ દોષની વૃદ્ધિ કરે
વૈરાગ્ય સંભવ : ૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org