________________
અને ભોગને જ વિષે આત્મબુદ્ધિ રાખે છે, તે ઈન્દ્રજાળ રૂપ ભોગમાં જ સુખ માને છે તેને સંસારસમુદ્રનો પાર પામવો સહેલો નથી. માનવજન્મ મળવા છતાં ઉન્માર્ગે ચાલનારને સન્માર્ગ કેવી રીતે પ્રાપ્ત થાય ! [૨૧] સ તરૈવ મહિનો વથા તિત્યસંશવે |
____मोक्षमार्गेऽपि हि तथा भोगजम्बालमोहितः ॥ १९ ॥
મૂલાર્થ : તે પરમાર્થ દૃષ્ટિવાળો પુરુષ જેમ તે ગૃહવાસમાં પણ ભવને વિષે ઉદ્વિગ્ન જ રહે છે. તેમ ભોગતત્ત્વ પુરુષ મોક્ષમાર્ગને વિષે ભોગરૂપી જંબાલથી (કાદવથી) મોહિત થઈને રહે છે.
ભાવાર્થ પરમાર્થ દૃષ્ટિ જેને પ્રાપ્ત થઈ છે તેવો પુરુષ ગૃહવાસમાં આરંભ, પરિગ્રહ અને ભોગના સાધનો છતાં તેમાં પ્રવૃત્ત થતાં ભવના ભયવાળો ઉદાસ રહે છે. પરંતુ મનની વિચિત્રતા તો જુઓ કે તેથી ઊલટું ભોગને તત્ત્વરૂપ માનવાવાળો કદાચ સંયમને ધારણ કરે તો પણ ભોગરૂપ કાદવમાં મનને રોકીને સંયમથી ઉદ્વેગ પામે છે. કારણ કે તેનું શ્રદ્ધાન પરિપક્વ નથી, અર્થાત્ વિપરીત છે. [૨૨] ઘર્મવેર દૃસ્યત્ર મોnયોગો વત્તીયસી !
हन्ति दीपापहो वायु-वलन्तं न दवानलम् ॥ २० ॥ મૂલાર્થ : આ સમગુ દષ્ટિવંતને વિષે ભોગનો યોગ મોટી ધર્મશક્તિને હણતો નથી. જેમ દીપકને વિષે વાયુ દેદીપ્યમાન દાવાનળને હણતો નથી.
ભાવાર્થ : અહો ! સમ્યમ્ દષ્ટિવંતના આત્માનું સામર્થ્ય કેવું છે ? પુણ્ય યોગે ભોગનો સંયોગ હોવા છતાં શ્રદ્ધારૂપે થયેલી વૈરાગ્યની પરિણતિને તે હણતો નથી. નાના દીપકને બૂઝવી શકે તેવી સામાન્ય પવનની લહર મોટા દાવાનળને બૂઝવી શકતી નથી. તેમ સમ્યગૃષ્ટિ આત્માના શુદ્ધ પરિણામને ભોગો ચલાયમાન કરી શકતા નથી. [૨૨] વધ્યતે વાઢમાસ્તો કથા તૈMખિ પક્ષી |
शुष्कगोलवदश्लिष्टो विषयेभ्यो न बध्यते ॥ २१ ॥
૭૨ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org