________________
[११७] अतश्चाक्षेपकज्ञानात् कान्तायां भोगसन्निधौ ।
न शुद्धिप्रक्षयो यस्माद्धारिभद्रं इदं वचः ॥ १५ ॥ મૂલાર્થ : તેથી આક્ષેપક (વિવેક) જ્ઞાનને લીધે સ્ત્રી તથા ભોગ સમીપે રહ્યા છતાં પણ તેમની શુદ્ધિનો નાશ થતો નથી, શ્રી હરિભદ્રસૂરિનું પણ એવું જ વચન છે.
ભાવાર્થ : સમ્યગ્ દૃષ્ટિ આત્માને સંસારના પદાર્થની હેય ઉપાદેય યુક્ત વિવેકદૃષ્ટિ હોવાથી તેમની સમીપે કંચન-કામિનીના ભોગ હોવા છતાં તેમનો આત્મભાવ શુદ્ધ હોવાથી તેઓ શ્રુતજ્ઞાનમાં પ્રીતિવાળા હોય છે, હરિભદ્રસૂરિનું વચન આ પ્રમાણે છે. [११८ ] मायाम्भस्तत्त्वतः पश्यन्ननुद्विग्नस्ततो द्रुतम् ।
तन्मध्येन प्रयात्येव यथा व्याघातवर्जितः ॥ १६ ॥ [११९] भोगान् स्वरुपतः पश्यंस्तथा मायोदकोपमान् । भुजानोऽपि सङ्गः सन् प्रयात्येव परं पदम् ॥ १७ ॥ મૂલાર્થ : જેમ કોઈ વ્યામોહ રહિત પુરુષ તત્ત્વ દૃષ્ટિથી માયાના જળને (મૃગજળને) જાણીને તેથી ઉદ્વેગ પામ્યા વિના જ તત્કાળ તે માયાજળમાં પ્રવેશ કરતો નથી, તે જ પ્રમાણે ભોગોને સ્વરૂપથી માયાજળની જેમ જાણીને સંગ રહિત થઈ ભોગોને ભોગવતા છતાં મોક્ષપદને પામે છે.
ભાવાર્થ : સમ્યગ્ દૃષ્ટિવંત આત્મા શબ્દાદિક મૃગજળરૂપ ભોગના વિષયોમાં લોભાતા નથી, વળી પરમાર્થ દૃષ્ટિયુક્ત હોવાથી કદાચ ભોગ સામગ્રી ને ભોગવે તો પણ તેમાં તીવ્ર આસક્તિવાળા થતા નથી. અંતે સર્વ સંયમ પામી મોક્ષ પામે છે.
[૨૦] મોળતત્ત્વસ્વ તુ પુન-ર્ન મોધિત ધનમ્ ।
मायोदकद्दढावेशा-तेन यातीह कः पथा ॥ १८ ॥
મૂલાર્થ : ભોગને વિષે જ તત્ત્વબુદ્ધિવાળાને માયાના જળમાં દેઢ આવેશ હોવાથી સંસારરૂપી સમુદ્રનું ઉલ્લંઘન થતું નથી. તેથી આ મનુષ્ય લોકમાં તેઓ કુમાર્ગે જતા હોવાથી, સન્માર્ગને પામતા નથી. ભાવાર્થ : હે ચેતન ! જેની શુદ્ધ ચૈતન્ય પ્રત્યે દૃષ્ટિ થઈ નથી
વૈરાગ્ય સંભવ : ૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org